બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is the 38th birthday of Minister of State for Home Harsh Sanghvi

શુભેચ્છા / VIDEO: દિવ્યાંગ બાળકોના 'હર્ષ'થી ગૃહ રાજ્યમંત્રીનો બર્થ-ડે બન્યો સ્પેશ્યલ, સુરત-વડોદરામાં હતા ખાસ કાર્યક્રમ

Malay

Last Updated: 03:09 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો 38મો જન્મદિવસ છે, ત્યારે વડોદરા ખાતે દિવ્યાંગ બાળકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ
  • સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન
  • ધરમ પેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું વિતરણ
  • વડોદરામાં અંધજન મંડળના બાળકોએ યોજ્યો સંગીત કાર્યક્રમ  

સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 38મો જન્મ દિવસ છે. દર વર્ષની જેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખડે પગે ઉભા રહેતાં અને કોવિડ સમયે દિવસરાત જોયાં વગર શહેરીજનોની અદ્ભૂત સેવા કરી જનમાનસમાં અનોખી છાપ ઉભી કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ધરમપેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

 

દિવ્યાંગ બાળકોએ અનોખી રીતે પાઠવી શુભકામના
તો વડોદરા મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે અંધજન મંડળના બાળકોએ પણ અનોખી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે દિવ્યાંગ બાળકોએ ગીત ગાઈને હર્ષ સંઘવીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત આ બાળકોએ જન્મ દિવસની શુભકામઓના કાર્ડ બનાવીને હર્ષ સંઘવીને આપ્યા હતા. દિવ્યાંગ બાળકો દ્વારા આટલી સરસ રીતે જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવતા હર્ષ સંઘવી અભિભૂત થઈ ગયા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ આ તમામ બાળકોને કેક પણ ખવડાવી હતી. 

 

પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવીએ પણ લીધો ભાગ 
જે બાદ વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો અને મેરેથોનના દોડવીરનો ઉત્સાહ વધાર્યો હતો.

મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 'હાટ બજાર'નું આયોજન
મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે એક દિવસીય 'હાટ બજાર'નું સહિયર ગ્રુપ અને DDC ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 'હાટ બજાર'  ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. અહીં વિવિધ સ્ટોલ મૂકનાર બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તકે મહિલાઓએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ