બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today cm cabinet meeting at gandhinagar gujarati news

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, આંદોલનોના નિરાકરણ સહિત PM મોદીના કાર્યક્રમો અંગે થશે ચર્ચા

Dhruv

Last Updated: 02:02 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો સહિત અલગ-અલગ મુદ્દાઓ પર ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન.

  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
  • આંદોલનોના નિરાકરણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
  • PM મોદીના આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા

આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. જેમાં PM મોદીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાશે. તદુપરાંત વિવિધ કર્મચારી મંડળોના આંદોલનો અને નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. વધુમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ બેઠકમાં સમીક્ષા કરાશે. ચૂંટણી પહેલા મહત્વના વિકાસ કાર્યોની કેબિનેટમાં સમીક્ષા થશે. 
ટેકાના ભાવે ખરીદી ન થઇ રહેલા રજિસ્ટ્રેશન બાબતે પણ આજે બેઠકમાં સમીક્ષા થશે.

PM મોદી એકવાર ફરી ગુજરાત પ્રવાસે આવશે

અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાની સાથે ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ધામા વધી ગયા છે. ત્યારે PM નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવીને ગયા. ત્યારે એકવાર ફરી PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે અમૂલ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અમૂલ ડેરીના આ પ્લાન્ટથી પશુપાલકોને મોટો ફાયદો થશે.

રાજકોટમાં PM મોદીના હસ્તે અમૂલ ડેરીના વિશાળ પ્લાન્ટનું કરાશે ખાતમુહૂર્ત

PM મોદી આગામી 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા જ્યારે 19 ઓક્ટોબરનાં રોજ રાજકોટની મુલાકાત લેવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોના દોરની સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જેમાં રાજકોટની મુલાકાત દરમિયાન PM મોદીના હસ્તે રૂ. 7000 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં અમૂલ ડેરીના વિશાળ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગર બાદ રાજકોટમાં પણ અમૂલ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે પ્લાન્ટ સ્થપાતા જ પશુપાલકોને અનેક ગણો ફાયદો થશે. એ સિવાય રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવનિર્મિત નાનામવા, સિવિલ હોસ્પિટલ ચોક અને 150 ફૂટ રિંગ પરના ત્રણ ઓવરબ્રીજ તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલ લાઇટ હાઉસ તેમજ સાયન્સ મ્યુઝીયમનું લોકાર્પણ અને ખીરસરા સહિતની બે જીઆઈડીસીનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

વધુમાં 9 ઓક્ટોબરના રોજ પણ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ નજીક PM મોદી સભા યોજશે. ત્યારે PM મોદીની સભા માટે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ