બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Today Brahmacharini is worshiped in the second day off navratri 2023

ધર્મ / આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની થાય છે પૂજા અર્ચના, માઈ દરેક મનોકામના કરશે પૂર્ણ, જાણો વિધિ-વિધાન

Kishor

Last Updated: 08:38 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બીજા નોરતે નવદુર્ગાના નવ રૂપમાં બીજું રૂપ બ્રહ્મચારિણીની પૂજા કરાઈ છે. તેને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. કઠોર સાધના અને બ્રહ્મમાં લીન રહેવાના કારણે તેને બ્રહ્મચારિણી કહેવાય છે.

  • આજે નવરાત્રી મહોત્સવનું બીજું નોરતું
  • બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા આરાધનાનું મહત્વ
  • બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે

હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાં જેની ગણના થાય છે. તેવા મુખ્ય તહેવારોમાના એક તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ. આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા આરાધનાનું મહત્વ છે. માન્યતા તો એવી છે કે આ દિવસે ધાર્મિક વિધિ મુજબ દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. માતાજીને ખાંડ પ્રિય હોવાથી આવી સ્થિતિમાં તમારે માતાજીને સાકર અર્પણ કરવી જોઈએ.ધાર્મિક ગ્રંથો અનુસાર માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શક્તિ, ત્યાગ, સંયમ અને ત્યાગમાં વિકાસ થાય છે. માતા બ્રહ્મચારિણા તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા તરીકે પણ ઓળખાય છે.

બીજું નોરતુંઃ આ રીતે કરી લો દેવી બ્રહ્મચારિણીની પૂજા, બાધા થશે દૂર અને માતા  થશે પ્રસન્ન

તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમનોસંચાર
બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. માના ડાબા હાથમાં જપમાળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે. માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી મનુષ્યને ભક્તિ અને સિદ્ધી બંનેની પ્રાપ્તિ થાય છે. માતા પ્રસન્ન થઈને ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ આપે છે.

માન્યતા અનુસાર, માતા બ્રહ્મચારિણીએ તેના આગલા જન્મમાં પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો હતો. જેને ભગવાન શંકરને તેના પતિ માંગવા માટે હજારો વર્ષો કઠોર તપસ્યા કરી હતી. આ કારણે તે બ્રહ્મચારિણી તરીકે ઓળખાઇ. વધુમાં માતા બ્રહ્મચારિણીને જ્ઞાન અને તપની દેવી માનવામાં આવતા હોવાથી જે ભક્ત મા બ્રહ્મચારિણીની નિષ્ઠાથી પૂજા કરે તો જપ અને તપ શક્તિમાં વધારો થાય છે અને તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. 

આ રીતે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા
સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. બાદમાં માતાજીને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી મા દુર્ગાની સામે દીવો પ્રગટાવો. હાથમાં સફેદ ફૂલ લઈને મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરો અને તેને બાદમાં માતાજીને અર્પણ કરવા. અક્ષત, કુમકમ અને સિંદૂર પણ ચઢાવવો જોઈએ. બાદમાં માતાજીને ભોજન અને સોપારી ચઢાવો. પછી માતાજીની 3 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. પછી આરતી અને ક્ષમાં માંગવી જોઈએ.

આ દિવસે પૂજાના નિયમો અનુસાર પૂજા કરવાથી ચિંતા દૂર થાય છે. સુસ્તી, તણાવ ઘટે છે. પ્રસન્નતા, નિષ્ઠા, આત્મ વિશ્વાસ અને ઉર્જાનો વિકાસ થાય છે અને કામયાબી મળે છે. 

આ ભોગથી પ્રસન્ન થાય છે દેવી

સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન કરી લો અને સાથે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. પહેલાં માને દૂધ, દહીં,અત્તર, ધી, મધ અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરો. મા બ્રહ્મચારિણીને દૂધ અને દૂઘના વ્યંજન પસંદ છે. તો તેનો ભોગ ચઢાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ