બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today, 3 youths died in 3 incidents of heart attack in the state

જીવલેણ હાર્ટએટેક / આજે હાર્ટ એટેકની 3 ઘટના: યોગેશ આહિરનું મોર્નિંગ વોકમાં તો નરેશ ત્રિવેદીનું મિત્રો સામે જ થયું મોત

Priyakant

Last Updated: 03:52 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heart Attack Latest News: સુરતમાં એક જ દિવસમાં હાર્ટએટેકના 2 બનાવોમાં બંનેના મોત તો પાટણમાં પૂજારીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત

  • સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત
  • 41 વર્ષીય યુવક યોગેશ આહિરનું મોર્નિંગ વોક દરમિયાન મોત નિપજ્યું
  • પાટણના મેલુસણ ગામે પૂજારીને આવ્યો હાર્ટએટેક
  • 53 વર્ષીય નરેશ ત્રિવેદીને છાતીમાં દુખાવો થતા નિપજ્યું મોત

Gujarat Heart Attack : ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે સુરતમાં એક જ દિવસમાં હાર્ટએટેકના 2 બનાવો સામે આવ્યા છે. વિગતો મુજબ આ બંને ઘટનામાં બંને યુવકના મોત થયા છે. આ તરફ પાટણ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી એક પૂજારીનું મોત થયું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લગભગ દદરોજ હાર્ટએટેકના એકાદ-બે કેસ સામે આવી રહ્યા છે. 

વધુ વાંચો: ગુજરાતમાં વાદળાં બંધાશે! હવામાન વિભાગે કરી ભેજવાળી આગાહી, 5 દિવસ તાપમાન આવું રહેશે

સુરતમાં આજે એક જ દિવસમાં 2 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. વિગતો મુજબ ડીંડોલી વિસ્તારના 41 વર્ષીય યુવક યોગેશ આહીરે નવાગામમાં આવેલ CNG પમ્પ પાસે મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ તરફ યુવકને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સાથે આજે સુરતમાં 23 વર્ષીય યુવાન ચમન સાવસિયાનું પણ મોડી રાત્રે હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું છે. આ તરફ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે 53 વર્ષીય પૂજારી નરેશ ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ હોસ્પિટલ પહોંચતા જ રસ્તામાં જ ઢળી પડતાં મોત થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ