બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / To win the lost seats of the Legislature bjp made action plan

ELECTIONS 2022 / ચૂંટણી માટે ભાજપે કમર-કસી: હારેલી સીટો જીતવા CR પાટીલે બનાવ્યો આ ખાસ પ્લાન

Khyati

Last Updated: 06:12 PM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે રણનીતિ ઘડવાનુ શરુ કરી દીધુ છે. યુવાઓને આકર્ષવા તેમજ હારેલી સીટો જીતવા ભાજપે જોર લગાવ્યુ છે.

  • 2022 વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપની રણનીતિ
  • કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓને સોંપાશે મહત્વની ભૂમિકા 
  • હારેલી વિધાનસભા સીટની જવાબદારી સોંપાશે


એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર વધતા સરકાર ચિંતિત છે તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.  2022 વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે. જે મુજબ  કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને મહત્વની ભૂમિકા સોંપવામાં આવશે. દરેક મંત્રીને હારેલી બે વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવશે.

હારેલી બે વિધાનસભા સીટની સોંપાશે જવાબદારી 

આ વખતે ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ભાજપે જે વિધાનસભા બેઠક પર સીટ નથી મેળવી તે વિધાનસભા સીટનું એનાલિસીસ કરવામાં આવી રહ્યુ છે. જે મુજબ જ્યાં ભાજપની હાર થઇ છે તે વિધાનસભા સીટ જીતવા માટે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.  મંત્રીઓએ પોતાની પસંદગીની બે વિધાનસભા સીટના નામ પ્રદેશ કાર્યાલયને સોંપશે.  તેમાંથી પ્રદેશ કાર્યાલય નક્કી કરશે તે કયા મંત્રીને કઇ સીટની જવાબદારી સોંપવી.

યુવાઓને આકર્ષવા ભાજપનો પ્રયાસ

ભાજપે આ વખતની ચૂંટણીમાં યુવાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે.  હિતુ કનોડિયાની ભાજપે સહ પ્રવક્તા તરીકે નિમણૂંક કરી છે.   હિતુ કનોડિયા ઇડરના ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ મોરચે લડી લેવાના જ મૂડમાં છે.

 

રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં થશે ભરતી

રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓના એંધાણ વર્તાઇ ચૂક્યા છે. કુલ 78 બોર્ડ નિગમમાં આગામી સમયમાં નવી ભરતી થઈ શકે છે જેના માટે અત્યારથી જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચેરમેનો સાથે મુલાકાત કરી લીધી છે. મહત્વનું છે કે 30થી વધુ બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની અવધિ પૂર્ણ અગાઉ થઈ ચૂકી છે ત્યારે બોર્ડ નિગમમાં અવધિ પૂર્ણ થતાં હાલ 4 જેટલા રાજીનામાં તો અપાઈ ચૂક્યા છે આગામી દિવસોમાં વધુ રાજીનામાં લેવાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. ખાલી પડેલા બોર્ડ નિગમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની રણનીતિ મુજબ નિયુકિત કરી દેવામાં આવશે. 

કોણ આપ્યા રાજીનામાં

  • વિમલ ઉપાધ્યાયનું બિન અનામત નિગમમાંથી રાજીનામુ
  • ધનસુખ ભંડેરીનું ફાઈનાન્સ બોર્ડના ચેરમેન પદેથી રાજીનામુ
  • લીલાબેન અંકોલીયાનું મહિલા આયોગના ચેરપર્સનપદેથી રાજીનામુ
  • સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન તરીકે પંકજ ભટ્ટનું રાજીનામુ

ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ

આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા મંડળ સ્તરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો.પ્રથમ 15 મિનિટ તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને બાદમાં જેને મંડળની જવાબદારી સોંપાઈ છે.જો કે બેઠકમાં જેમાં પેઇઝ મંડળ સ્તર થી લઈને  હોદ્દેદારો અને MP અને MLA સહિત 40 હજાર લોકો અને 579 મંડળોમા બેઠક યોજાઇ હતી..આમ તો પ્રત્યેક તાલુકા કક્ષાના મંડળ કહે ભાજપ કહે છે,જેમાં સમગ્ર રાજ્યના તાલુકા જિલ્લા તેમજ મનપાના વોડ આધારિત મંડળોની બેઠક મળી હતી. જો કે 2022ની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને બુસ્ટ કરવા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કહેવું છે કે,આમ તો ભાજપનાં કાર્યકર્તાઓ કોઈપણ ઘડીએ ઇલેક્શન માટે તૈયાર હોય છે..પરંતુ ચૂંટણીને હજી સમય છે એ પહેલાં કાર્યકર્તાઓને બુસ્ટ કરવા માટે અને તેમની તકલીફો અને સૂચનો જાણવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ