બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / tmc leader derek o brien praised pathaan in rajya sabha and said well done

ચોંકાવનારું નિવેદન / આપણે જે ના કરી શક્યા તે શાહરૂખ...: 'પઠાન' ફિલ્મના TMC નેતાએ ભરપૂર વખાણ કરતા ગરમાવો

Premal

Last Updated: 03:04 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો ક્રેઝ પ્રશંસકોને નહીં, હવે રાજનેતાઓના માથા પર ચઢી ગયો છે. હાલમાં ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને પણ રાજ્યસભામાં પઠાણ ફિલ્મના વખાણ કર્યા.

  • ફિલ્મ પઠાણનો ક્રેઝ પ્રશંસકોને નહીં, હવે રાજનેતાઓના માથા પર ચઢ્યો
  • ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને પણ રાજ્યસભામાં ફિલ્મના કર્યા વખાણ
  • પઠાણ એક સુંદર મેસેજ આપે છે

TMC નેતા ડેરેક ઓ બ્રાયને પણ રાજ્યસભામાં પઠાણ ફિલ્મના વખાણ કર્યા 

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને આશુતોષ રાણાની ફિલ્મ પઠાણે બૉક્સ ઑફિસ પર ઈતિહાસ રચ્યો છે. હવે દેશની સંસદમાં પણ પઠાણના વખાણ થઇ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ શાહરૂખ ખાનની ફિલ્મના વખાણ કરતા કહ્યું હતુ, શ્રીનગરમાં થિયેટર દાયકાઓ બાદ હાઉસફૂલ થઇ રહ્યાં છે. 7 ફેબ્રુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને પણ રાજ્યસભામાં પોતાના ભાષણમાં ફિલ્મના ખૂબ વખાણ કર્યા. 

ઓ બ્રાયને પઠાણ ફિલ્મના કર્યા ભરપૂર વખાણ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન ઓ બ્રાયને કહ્યું કે પઠાણ એક સુંદર મેસેજ આપે છે. તેમણે ફિલ્મ સાથે જોડાયેલા લોકોના વખાણ કર્યા. તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું, શાબાશ સિદ્ધાર્થ આનંદ... શાબાશ ભારતના સૌથી મોટા ગ્લોબલ એમ્બેસેડર. સુંદર તમારામાંથી જેણે પણ પઠાણને બનાવી. અમે જે કરી શક્યા નથી, શાહરૂખ ખાન, ડિમ્પલ કાપડિયા અને જૉન અબ્રાહમે આ દેશને કરી બતાવ્યું છે. અમે તેના પરથી શીખ્યુ... ભારતના સૌથી મોટા વૈશ્વિક રાજદૂતોની સાથે ગડબડ ના કરશો. 

રીલીઝ પહેલા પઠાણને લઇને થયો હતો વિવાદ 

ડેરેક ઓ બ્રાયને કહ્યું, તમે તેને બોલીવુડનો બહિષ્કાર કરવા માટે કહ્યું, તેમણે તમને એક સુંદર મેસેજવાળી એક ફિલ્મ બતાવી. ઉલ્લેખનીય છે કે પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણની ભગવા કલરની બિકિનીને લઇને ફિલ્મ રીલીઝ પહેલા ખૂબ વિવાદ થયો હતો અને પઠાણને બોયકોટ કરવાની પણ માંગ ઉઠી હતી. જો કે, પઠાણ રીલીઝ થયા બાદ ડેરેક સહિત ઘણા લોકોએ ભારતની સાંસ્કૃતિક સમાવિષ્ટતાને જાળવી રાખવા માટે ફિલ્મના વખાણ કર્યા છે. કારણકે લોકોએ ફિલ્મના પ્રતિબંધ અને બહિષ્કારના આહ્વાનને માન્યું નહીં અને મોટી સંખ્યામાં તેને થિયેટરોમાં જોવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ