બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / till november 30 link your uan with aadhaar otherwise the money may stop

તમારા કામનું / 30 નવેમ્બર સુધી આ કામ નહીં કર્યું હોય તો અટકી જશે PFના પૈસા, જાણી લો શું છે પ્રોસેસ

Arohi

Last Updated: 01:36 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઈપીએફઓ ખાતાધારક છો તો તમારા માટે આ ખબર ખૂબ જ જરૂરી છે.

  • UANએ આધાર કાર્ડ સાથે કરો લિંક 
  • 30 નવેમ્બર સુધીનો જ છે સમય 
  • નહીં તો અટકાઈ જશે તમારા પૈસા

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર સુધી લિંક કરવું જરૂરી છે. આમ ન કરવા પર તમને પીએફ ખાતા સાથે સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે જો તમે અત્યાર સુધી પોતાના યુએએન નંબરને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યો તો જલ્દી જ આ કામ કરી લો. 

અટકી શકે છે પીએફના પૈસા 
30 નવેમ્બર સુધી ઈપીએફઓ અને આધાર નંબરને લિંક ન કરવા પર તમારા ખાતામાં કંપનીની તરફથી આવનાર અંશદાન રોકી શકાય છે. તે ઉપરાંત તેનાથી તમને ઈપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, આધાર અને યુએએન લિંક ન કરવા પર તમે ઈપીએફઓની સેવાનો ઉપયોગ પણ નહીં કરી શકો. 

આ રીતે કરો UANને આધાર સાથે લિંક 

  • EPFO પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ. 
  • લોગ-ઈન કરવા માટે પોતાનો યુએએન નંબર અને પાસવર્ડ નાખો. 
  • હવે Manage સેક્શનમાં કેવાયસી ઓપ્શન પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ ઈપીએફ ખાતાની સાથે જોડાયેલા દસ્તાવેજ જોવા મળશે. 
  • અહીં આધાર વિકલ્પને પસંદ કરો અને આધાર નંબર નાખો. 
  • નામ ભરતી વખતે આધાર કાર્ડ પર રહેલું નામ જ ભરો. 
  • દરેક જાણકારી ભર્યા બાદ સેવ વિકલ્પ પર ક્લિક કરો. 
  • આમ કરવા પર તમારા દ્વારા ભરેલી જાણકારી સર્વરમાં સેવ થઈ જશે. 
  • ત્યાર બાદ તમારો આધાર યુઆઈડીએઆઈ (UIDAI)ના ડેટાથી સત્યાપિત કરવામાં આવશે. 
  • તમારા કેવાયસી દસ્તાવેજ યોગ્ય હોવા પર આધાર તમારા પીએફ ખાતા સાથે લિંક થઈ જશે. 
  • ત્યાર બાદ ચેક કરવા પર તમને આધારની સામે વેરિફાઈ લખેલું જોવા મળશે. 
  • મતલબ કે તમારૂ આધાર અને યુએએન નંબર સફળતાથી લિંક થઈ ગયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card UAN આધાર કાર્ડ Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ