બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tiger shroff said rekha has played amitabhs mother and lover both

બોલીવુડ ગપશપ / અમિતાભ - રેખા વિશે એવું તે શું કહી ગયા ટાઈગર શ્રોફ કે સુધારવી પડી પોતાની ભૂલ

Khevna

Last Updated: 05:56 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું કે કઈ અભિનેત્રી અમિતાભની માં અને પ્રેમિકા બંનેનો રોલ પ્લે કર્યો છે, જવાબમાં ટાઈગરે કહ્યું રેખા મેમ. જાણો વિગતવાર

  • ટાઈગરને પૂછવામાં આવ્યું કે અભિનેત્રીએ અમિતાભની માં અને લવર બંનેનો રોલ નિભાવ્યો છે 
  • ટાઈગરે જવાબમાં કહ્યું રેખા મેમ 
  • સાંભળીને કરણ જોહર હસવા લાગ્યા 

ટાઈગરને પૂછવામાં આવ્યું કે અભિનેત્રીએ અમિતાભની માં અને લવર બંનેનો રોલ નિભાવ્યો છે 

કરણ જોહર નાં શો કોફી વિથ કરન 7 આજકાલ સતત ચર્ચાઓમાં છે. શોમાં જ્યારે પણ કોઈ સ્ટાર આવે છે, કરણ જોહર ભરપૂર કોશિશ કરે છે કે તેમની પાસેથી પોતાના બધા સવાલોનાં જવાબ કઢાવી લે. આ વખતે કરણ જોહરનાં શોમાં કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ પહોંચ્યા હતા.  શોમાં બંનેએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા સવાલોનાં ખુલાસા કર્યા. શોમાં ક્વિઝ રાઉન્સ દરમિયાન ટાઈગરે કંઇક એવું કહી દીધું, જે સાંભળીને કરણ જોહર હેરાન રહી ગયા. ટાઈગરની આ વાત રેખા અને અમિતાભ બચ્ચન સાથે જોડાયેલ હતી, જે સાંભળતા જ કરણનાં હોશ ઊડી ગયા. 

ટાઈગરે કહ્યું રેખા મેમ 

જેવુ ટાઈગરે કારણનું રિએક્શન જોયું, તે સમજ્હી ગયા કે તેમણે કંઇક ખોટું કહ્યું છે. ક્વિઝ રાઉન્ડમાં કરણ જોહરે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલ સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યું કે કોઈ એવી એક્ટ્રેસનું નામ, જેમણે અમિતાભ બચ્ચનની માં અને લવર બંનેનો રોલ પ્લે કર્યો હોય. જવાબમાં ટાઈગર બઝર દબાવ્યું અને કહ્યું કે રેખા મેમ. 

​​​​​​​

ટાઈગરનો જવાબ સાંભળી કરણ જોહર હસવા લાગ્યા 

કરણ જોહરનું રિએક્શન જોતાં જ ટાઈગર સમજી જાય છે કે તેમણે ખોટો જવાબ આપ્યો છે. કરણ પોતાની છાતી પર હાથ રાખે છે અને જવાબમાં કહે છે - નહીં. આ કહેતા જ કરણ જોરજોરથી હસવા લાગે છે. ત્યાર બાદ તે કહે છે કે તેમણે ક્યારેય માંનો રોલ પ્લે કર્યો જ નથી. વહીદા રહેમાને અમિતાભ બચ્ચનની માં અને પ્રેમિકા બંનેનો રોલ નિભાવ્યો છે. આ ઉપરાંત, શર્મિલા ટાગોરે પણ આ રોલ નિભાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ