બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:31 AM, 22 February 2024
દરેક ગ્રહ એક નક્કી સમયે ગોચર કરે છે. એક જ રાશિમાં એકથી વધુ ગ્રહ ભેગા થાય તો તેનાથી શુભ કે અશુભ યોગ બને છે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ અને સૂર્ય હાજર હતા અને હવે બુધ ગ્રહ કુંભ રાશિમાં ગોચર થયો છે. જેના કારણે ત્રિગ્રહી યોગ બન્યો છે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે શુભ રહેશે.
ADVERTISEMENT
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે બુધ ત્રીજા અને છઠા ઘરનો સ્વામી થઈને અગિયારમાં ઘરમાં ગોચર થવા જઈ રહ્યો છે. તેનાથી તમને કારકિર્દીમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
વૃષભ રાશિ
તમારી આવકનો સ્ત્રોત વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કારકિર્દી અને પરિવારને લઈને આ સમય સારો રહેશે.
ADVERTISEMENT
મિથુન રાશિ
પ્રવાસ પર જવાની સંભાવનાઓ છે. આ સમય તમારા માટે સારો સાબિત થશે. પરિવારમાં સુખ અને સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તમારા જીવનસાથી સાથે સંબંધ સારા બનશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કર્ક રાશિ
તમને ધન પ્રાપ્તિ થવાની સંભાવનાઓ છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પતિ/પત્ની સાથે સંબંધ સારા રહેશે.
સિંહ રાશિ
તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. શેર બજારમાં રોકાણ કરવાથી લાભ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
કન્યા રાશિ
તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. નોકરીમાં બદલાવ જોવા મળી શકે છે. કારકિર્દીને લઈને અસંતોષનો ભાવ જોવા મળશે. ખરાબ આર્થિક સ્થિતિના કારણે લોન લેવી પડી શકે છે. પ્રેમ સંબંધોમાં ધીરજ જાળવો.
તુલા રાશિ
તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધશે. તમને કોઈ તીર્થ સ્થાન પર યાત્રા કરવાનો મોકો મળી શકે છે. કારકિર્દીમાં પ્રમોશન મળી શકે છે. શેર બજારથી ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
પરિવારમાં સુખ અને સુવિધાઓ રહેશે. કારકિર્દીમાં થોડો સમય વધુ કામ રહેશે. જીવનસાથી સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. તમારા માતાનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.
ધન રાશિ
વ્યવસાયને લઈને વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે.
વાંચવા જેવું: સૂતા પહેલા તકીયા નીચે રાખો આ વસ્તુ, ખિસ્સામાં રૂપિયા નહીં ખૂટે, પત્નીનો પ્રેમ પામશો
મકર રાશિ
કારકિર્દીને લઈને આ સમય તમારા માટે સારો નથી. વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે. કોઈ પણ પ્રકારના વિવાદથી બચીને રહો.
કુંભ રાશિ
ધન લાભ થઈ શકે છે. બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ધીરજ રાખીને કામ કરો.
મીન રાશિ
જીવનમાં તણાવને કારણે સુખ અને શાંતિની કમી જોવા મળશે. તમારો ખર્ચ વધી શકે છે. વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવનાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.