This one thing will naturally turn white hair into black
તમારા કામનુ /
આ એક વસ્તુથી સફેદ વાળ નેચરલી થઇ જશે કાળા, આજે જ કરો ઉપયોગ
Team VTV12:45 PM, 17 Jun 21
| Updated: 12:57 PM, 17 Jun 21
આજકાલની ફાસ્ટ લાઇફના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે પરંતુ જો તમે આ ઉપાય અપનાવશો તો નેચરલી તમારા વાળ કાળા થવા લાગશે.
સફેદવાળ કાળા થશે નેટરલી
અપનાવી લો હોમમેડ હેરપેક
માત્ર એક વસ્તુથી સફેદવાળમાંથી મળશે મુક્તિ
મરીયાના સેવનથી તમારા શરીરમાં રહેલી ઘણી તકલીફો દૂર થઇ જાય છે અને તમે હળવુ ફીલ કરો છો. તે માત્ર હેલ્થ માટે જ નહી પરંતુ તમારા વાળ માટે પણ ફાયદાકારક છે.
હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તે ખુબ લાભદાયી છે. જો તમારા માથામાં ડેન્ડ્રફ છે અને તેના કારણે વાળ ખરી રહ્યાં છે તો મરીયાથી તમને ઘણો ફાયદો થશે. મરીયાથી વાળનો ગ્રોથ પણ વધે છે.
સફેદવાળ માટે હેરપેક
જો તમે સફેદ વાળથી પરેશાન છો તો મરીયા અને દહીથી બનેલા હેર પેકનો ઉપયોગ કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કોપર રહેલુ હોય છે. દહી તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને વિટામીન સીની ઉણપને દૂર કરે છે.
કેવી રીતે બનાવશો હેરપેક
એક બઉલમાં એક કપ દહી લો અને તેમાં 2 ચમચી મરી પાઉડર નાંખીને મિક્સ કરી લો, બાદમાં તેમાં એક ચમચી મધ નાંખીને મિક્સ કરી વાળમાં લગાવી 30 મીનિટ બાદ વાળને ધોઇ લો. આવું અઠવાડીયામાં બે વખત કરવાથી વાળ સિલ્કી થઇ જશે અને સફેદવાળ કાળા થવા લાગશે.
ઓલિવ ઓઇલ પૅક
સિઝન બદલાય ત્યારે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પેદા થવા લાગે છે તેનાથી બચવા માટે વર્જીન ઓલિવ ઓઇલ લો અને કાળા મરીનો પાવડર તેમાં નાંખી મિક્સ કરી લો. જે બાદ લિંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવી લો અને એક કલાક માટે રાખીને ધોઇ લો. આવું અઠવાડીયામાં 2 વાર કરવાથી ડેન્ડ્રફથી છૂટકારો મળશે.