બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / This is the best idea to save Income Tax for employees everyone can take advantage of this

તમારા કામનું / નોકરીયાતો માટે Income Tax બચાવવાનો આ છે બેસ્ટ આઈડિયા, બધા જ લઈ શકે છે આનો લાભ

Arohi

Last Updated: 07:24 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2022-23 પુરૂ થવામાં હવે વધારે સમય નથી. એવામાં ટેક્સપેયર્સની પાસે ટેક્સ સેવિંગનો છેલ્લો મોકો છે. નોકરીયાત લોકો હાઉસ રેન્ટ એલાઉન્સથી પણ ટેક્સ સેવિંગ કરી શકે છે. તેના માટે શું કરવું પડશે જાણો....

  • ટેક્સપેયર્સ પાસે ટેક્સ સેવિંગનો છેલ્લો મોકો 
  • નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવામાં થોડો સમય જ બાકી 
  • હાઉસ રેન્ટ એલાઉન્સથી કરી કરો ટેક્સ સેવિંગ 

ફાઈનાન્સિયલ યર 2022-23 પૂર્ણ થવામાં હવે વધારે સમય નથી બચ્યો. ટેક્સપેયર્સની પાસે ટેક્સ બચાવવાનો છેલ્લો મોકો છે. નોકરીયાતો પાસે કંપનીઓમાં તેમના રોકાણની ડિટેલ્સ ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે. નોકરીયાતો ટેક્સ બચાવવા માટે અલગ અલગ પ્રકારની ટ્રિક અપનાવી રહ્યા છે. 

પરંતુ આજે અમે તમને એક એવી સોલિડ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે સરળતાથી ટેક્સ સેવિંગ કરી શકો. હાઉસ રેંટ એલાઉન્સ એક એવી રીત છે. જેના દ્વારા નોકરીયાત ટેક્સ બચાવી શકે છે. 

HRAના સહારે બનાવી શકાય છે ટેક્સ 
HRA કોઈ પણ કર્મચારીની સેલેરીનો ભાગ હોય છે. જ્યારે તમે પોતાની સેલેરી સ્લિપ જોશો તો તેમાં HRAનું કોલન જોવા મળશે અને તેના સંબંધિત રકમની પણ ડિટેલ્સ તમને મળી જશે. HRA સેલેરીનો ટેક્સેબલ પાર્ટ નથી હોતો. તેના દ્વારા તમે સરળતાથી ટેક્સ બચાવી શકો છો. 

પરંતુ તેનાથી ક્લેમ કરવા માટે શરત એ છે કે ટેક્સપેયર્સ ભાડાના ઘરમાં રહે છે. ઈનકમ ટેક્સની એક્ટના સેક્શન 10 (13A) હેઠળ રેંટ એલાઉન્સથી ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકાય છે. 

કેટલો ટેક્સ બચાવી શકો છો? 
હવે સમજી લઈએ કે કોઈ પણ ટેક્સપેયર HRA પર કેટલો ટેક્સ બચાવી શકે છે. આ ત્રણ કંડિશન પર સૌથી વધારે નિર્ભર કરે છે. પહેલુ એ કે તમારી સેલેરીમાં HRAનો ભાગ કેટલા ટકા છે. બીજો- જો તમે મેટ્રો શહેર જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતામાં રહો છો તો બેસિક સેલેરીના 50 ટકા HRA હશે. ત્યાં જ નોન મેટ્રોમાં માટે HRA સેલેરીના 40 ટકા હોય છે. ત્રીજુ-ચુકવવામાં આવેલા મકાનના વાર્ષિક ભાડામાંથી વર્ષિક સેલેરીના 10 ટકા ઘટાડ્યા બાદની બચેલી રકમ. 

કઈ રીતે કરશો કેલક્યુલેટ? 
જો તમે HRAને કેલક્યુલેટ કરવા માંગો છો તો સૌથી પહેલા જુઓ કે એક નાણાકીય વર્ષમાં તમને કેટલો કેલક્યુલેટ  મળે છે. તેના માટે તમારે બેસિક સેલેરીની સાથે મેંઘવારી ભથ્થુ અને અન્ય વસ્તુઓ પણ જોડાયેલી હોવી જોઈએ. ત્યાર બાગ જ તમે પોતાનો ટેક્સ બચાવી શકશો. 

માની લો કે તમે દિલ્હીમાં નોકરી કરો છો અને અહીં ભાડાના ઘરમાં રહો છો. ભાડાના રૂપમાં તમે દર મહિને 15,000 રૂપિયાની રકમ આપો છો. તમારી બેસિક સેલેરી 25,000 હજાર રૂપિયા અને ડીએ 2000 રૂપિયા છે. આ સ્થિતિમાં તમારે પોતાની કંપનીમાંથી HRAના રૂપમાં એક લાખ રૂપિયા મળે છે. એવામાં તમે HRA પર મેક્સિમમ એક લાખ રૂપિયાનું ટેક્સ સેવિંગ કરી શકો છો. 

માન્ય રેંટ એગ્રીમેન્ટ જરૂરી 
HRA ક્લેમ કરવા માટે તમારી પાસે વૈઘ રેંટ એગ્રીમેન્ટ હોવુ જરૂરી છે. એગ્રીમેન્ટ પર તમારી અને મકાન માલિકની સહિ જરૂરી છે. સાથે જ એગ્રીમેન્ટ 100 અથવા 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર હોવો જોઈએ. જો વાર્ષિક રેંટ એક લાખ રૂપિયાથી વધારે હોય તો રસીદની સાથે મકાન માલિકનું પેન જોવુ પણ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ