આવતા મહીને એટલે કે 1 જૂનથી ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સાથે અન્ય મોટા વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થવાનો છે, એટલે કે હવે તમારે થર્ડ પાર્ટી વીમા માટે વધારે પ્રીમિયમ આપવું પડશે. IRDAIએ મોટર વાહનોનાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનાં દરોને વધારવાને લઈને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 1 જૂન, 2022થી નવા દરો લાગૂ થઇ શકે છે.
સૂચિત સંશોધિત દરો અનુસાર, 1,000 ccવાળી પ્રાઈવેટ કારો પર 2,072 રૂપિયની સરખામણીએ 2,094 રૂપિયા દર લાગૂ થશે. આ પ્રકારે 1,000 ccથી 1,500 ccવાળી કારો પર 3,221 રૂપિયાની સરખામણીએ 3,416 રૂપિયા દર ચૂકવવો પડશે, જ્યારે 1,500 ccથી ઉપરની કારનાં માલિકોએ 7,890 રૂપિયાને બદલે 7,897 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે.
ટૂ-વ્હીલર માટે
ટૂ વ્હીલરનાં મામલામાં 150 cc સુધીના વાહનો માટે 1,366 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે, જ્યારે 350 ccથી વધારેનાં વાહનો માટે પ્રીમિયમ 2,804 રૂપિયા રહેશે.
ઇલેક્ટ્રિક વાહનો પર પ્રીમિયમ
30 કેડબલ્યૂ સુધીના નવા પ્રાઈવેટ ઇલેક્ટ્રિક વેહીકલ્સ માટે ત્રણ વર્ષનું સિંગલ પ્રીમિયમ 5,543 રૂપિયા હશે. 30થી 65 કિલોવોટ કરતા વધારે ક્ષમતાનાં ઈવી માટે આ 9,044 રૂપિયા રહેશે. મોટા ઈવી માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ 20,907 રૂપિયા હશે.
ત્રણ કિલોવોટ સુધીના નવા ટૂ વ્હીલર્સ ઈવી વાહનોનું પાંચ વર્ષ સુધી સિંગલ પ્રીમિયમ 2,466 રૂપિયા હશે. આ જ પ્રકારે 3થી 7 કિલોવોટ સુધીના ટૂ વ્હીલર્સ ઈવી વાહનોનું પ્રીમિયમ 3,273 રૂપિયા અને સાતથી સોળ કિલોવોટ સુધીના વાહનો માટે પ્રીમિયમ 6,260 રૂપિયા રહેશે. વધારે ક્ષમતાવાળા ઈવી ટૂ વ્હીલર્સનું પાંચ વર્ષનું પ્રીમિયમ 12,849 રૂપિયા હશે.
શું છે મોટર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ?
થર્ડ પાર્ટી એટલે કે ત્રીજો પક્ષ. પહેલો પક્ષ વાહન માલિક, બીજો વાહન ચાલક અને દુર્ઘટનાની સ્થિતિમાં પીડિત વ્યક્તિ એટલે કે ત્રીજો પક્ષ. મોટર વાહનનાં સાર્વજનિક સ્થાન પર ઉપયોગ દરમિયાન વાહનથી જો કોઈ દુર્ઘટના બને છે અને ત્રીજા પક્ષને હાની પહોંચે છે, તો વાહન માલિક અને વાહન ચાલક આ નુકસાનની પૂર્તિ માટે લિગલી બાધ્ય હોય છે. આવી સ્થિતિમાં આર્થિક ભરપાઈ માટે વીમા કંપનીઓ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કરે છે.