આવતીકાલે વેલિંગ્ટનમાં ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ કાલે રમાશે
આ હશે પહેલી T20 મેચમાં ઓપનર!
આંખના પલકારામાં બોલરોના હોશ ઉડાવી શકે છે
ન્યુઝીલેન્ડ સામે આવતીકાલથી વેલિંગ્ટનમાં શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા સામે સૌથી મોટો પડકાર મેચ માટે ઓપનર્સની પસંદગી કરવાનો રહેશે. જણાવી દઈએ કે આવતીકાલે વેલિંગ્ટનમાં ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
આ હશે પહેલી T20 મેચમાં ઓપનર!
જો કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સંજુ સેમસન અને રિષભ પંતમાં ઓપનર બનવા માટેનિ તાકાત છે પણ આ માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઓપનિંગ માટે બે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. જણાવી દઈએ કે હાલ શુભમન ગિલની સાથે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું ઓપનિંગમાં ઉતરવાનું નક્કી થઈ રહ્યું છે.
આંખના પલકારામાં બોલરોના હોશ ઉડાવી શકે છે
આપણએ બધા જાણીએ છીએ કે શુભમન ગિલ અને રિષભ પંત દમદાર બેટિંગમાં મહેર છે અને આ બંને બેટ્સમેન આંખના પલકારામાં સામેવાળી ટીમના બોલરોના હોશ ઉડાડી દેવાની ક્ષમતા ધરાવે છે. જણાવી દઈએ કે શુભમન ગિલ જમણા હાથનો બેટ્સમેન છે અને રિષભ પંત ડાબોડી બેટ્સમેન છે. આ માટે શુભમન ગિલ અને રિષભ પંત ટીમ ઈન્ડિયાને જમણા અને ડાબા હાથના બેટ્સમેનોના કોમ્બિનેશનનો ઓપનિંગ વિકલ્પ આપે છે.
નાના મેદાનમાં મચાવી શકે છે ધમાલ
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઓપનિંગમાં ઉતારવાથી ટીમ ઈન્ડિયા મજબૂત સંતુલન મળી શકે છે. એટલે જો રિષભ પંત ઓપનિંગમાં આવે છે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસનને 5માં નંબર પર બેટિંગ માટે મેદાનમાં ઉતારી શકે છે. આ સાથે જ સંજુ સેમસન ન્યુઝીલેન્ડના નાના મેદાનો પર ધમાલ મચાવી શકે છે અને ઓપનિંગમાં આવેલ રિષભ પંત ન્યૂઝીલેન્ડ સામે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે હંમેશા ડાબોડી ઓપનર કોઈપણ ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થાય છે.