લોખંડની કઢાઈ દરેક પ્રકારના ભોજન બનાવવા માટે યોગ્ય નથી. અહીંયા અમે તમને એવા 4 ભોજન વિશે જાણકારી આપી રહ્યા છે, જો લોખંડની કઢાઈમાં બનાવવામાં આવે તો તેનાથી આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
ભારતીય રસોડામાં લોખંડની કઢાઈનો ઉપયોગ થાય છે.
લોખંડની કઢાઈમાં ના બનાવશો ભોજન.
આરોગ્ય અને સ્વાદ પર થશે ખરાબ અસર.
સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન બનાવવા માટે વાસણ યોગ્ય હોવું જરૂરી છે. ભારતીય રસોડામાં લોખંડની કઢાઈનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, લોખંડની કઢાઈમાં બનાવેલ ભોજનનું સેવન કરવાથી આયર્નની ઊણપ પૂરી કરી શકાય છે. લોખંડની કઢાઈમાં મોટાભાગે સૂકા નાશ્તા અથવા શાક બનાવવામાં આવે છે. લોખંડની કઢાઈ દરેક પ્રકારના ભોજન બનાવવા માટે યોગ્ય નથી. અહીંયા અમે તમને એવા 4 ભોજન વિશે જાણકારી આપી રહ્યા છે, જે લોખંડની કઢાઈમાં બનાવવામાં આવે તો તેનાથી આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
ટામેટા
ટામેટા એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ કારણોસર જો લોખંડની કઢાઈમાં ટામેટા બનાવવામાં આવે તો આ ભોજનનો સ્વાદ બગડી જાય છે અને ભોજનમાં લોઢાનો સ્વાદ આવવા લાગે છે.
પાલક
પાલકમાં ઓક્સાલિક એસિડ રહેલું હોય છે, આ કારણોસર લોખંડની કઢાઈમાં પાલક પકવવામાં આવે તો પાલકનો રંગ કાળો પડી જાય છે. ઓક્સાલિક એસિડ સાથે આયર્નની પ્રતિક્રિયાને કારણે આ પ્રકારે થાય છે. ઉપરાંત ભોજનમાં સ્વાદ આવતો નથી.
ઈંડા
અનેક લોકો લોખંડની કઢાઈમાં આમલેટ બનાવે છે. નિષ્ણાંતો અનુસાર લોખંડની કઢાઈમાં આમલેટ બનાવવી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આમલેટ અથવા ઈંડાની વાનગી લોખંડની કઢાઈ સાથે ચોંટી જાય છે. આ કારણોસર નોન સ્ટીક પેનમાં જ આમલેટ બનાવવી જોઈએ.
માછલી
માછલીને ક્યારેય પણ લોખંડની કઢાઈમાં ના બનાવવી જોઈએ. અનેક માછલીઓ પરતદાર હોય છે, જેથી તે ચોંટી જાય છે. જો તમે વધુ તેલ અથવ બટર લગાવો છો તો પણ તે કાઢવું મુશ્કેલ થઈ જાય છે. જેથી માછલીનો ટેસ્ટ તો ખરાબ થાય જ છે, તેની સાથે સાથે વધુ તેલ અને બટર ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.