બ્રેકિંગ ન્યુઝ
VTV / There is a fear that India will face a tsunami of serious and deadly diseases like cancer in the near future
Mahadev Dave
Last Updated: 10:15 PM, 20 January 2023
ADVERTISEMENT
ભારતને આગામી સમયમાં કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીની સુનામીનો સામનો કરવો પડે તેવી દહેશત હોવાની અમેરિકાના કેન્સર નિષ્ણાતે ચેતવણી આપી છે. આ પાછળનું કારણ જણાવતા વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વસ્તી વધારો અને નબળી જીવનશૈલીને પગલે આ સુનામી આવી શકે છે. તેમણે આ સુનામીને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીના પ્રચાર પર ભાર મુકવા જણાવ્યું છે.
ભારતે કેન્સરની રસી પર આગળ વધવું જોઈએ
ADVERTISEMENT
ડો. ઓહાયો ખાતેના હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના ચેરમેન જામે અબ્રાહમએ વધુમાં જણાવ્યું કે ભારતમાં ગંભીર રોગો વધી રહ્યા છે તેને રોકવા માટે ઝડપી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા જોઈએ ભારતે કેન્સરની રસી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા ડિજિટલ ટેકનોલોજીને આગળ વધારવાની આવશક્યતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ, ખાણીપીણી અને ધુમપાનથી કેન્સર વધી રહ્યા છે.
2020 અને 2022 ની વચ્ચે દેશમાં કેન્સરથી થતા મોતમાં વધારો
ગત મહીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલ અહેવાલ મુજબ 2020 અને 2022 ની વચ્ચે દેશમાં કેન્સરના કેસ અને મૃત્યુદરમાં અંદાજે વધારો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જાણવ્યા અનુસાર 2020 માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2020 માં કેન્સરના અંદાજિત કેસ 13.92 લાખ જેટલા હતા, જે 2021 માં વધીને 14.26 લાખ અને 2022 માં વધીને 14.61 લાખ થયા છે.આથી કેન્સરમાં ભારતમાં ભયંકર સ્થિતિનું નિર્માણ પામી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.
WHO એ રિપોર્ટમાં જણાવ્યું કે...
ઉલ્લેખનીય છે કે 2020માં ભારતમાં કેન્સરને કારણે મૃત્યુનો અંદાજિત દર 7.70 લાખ હતો. જેમાં વધારે થતા 2021માં તે વધીને 7.89 લાખ સુધી પહોંચ્યો હતો અને 2022માં વધારા સાથે 8.8 લાખ પાર પહોંચ્યો હતો. WHO ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2020ના વાર્ષિક કેન્સરના નવા કેસોની રેન્કિંગમાં ચીન અને યુએસ પછી ભારતને ત્રીજા સ્થાને રાખ્યું હતું.
મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર અને સ્તન કેન્સરનું મોટું પ્રમાણ
છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ અનુસાર, ભારતમાં પુરુષોમાં મોં અને ફેફસાના કેન્સરના સૌથી વધુ કેસ સામે મહિલાઓમાં સૌથી વધુ કેસ સ્તન અને ગર્ભાશયના કેન્સરના હતા. એક રિપોર્ટ અનુસાર 2018માં ભારતમાં 87 હજાર મહિલાઓ સ્તન કેન્સરને પગલે મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. યશોદા હોસ્પિટલ, (કૌશામ્બી ગાઝિયાબાદ)ના યુનિટ હેડ અને કન્સલ્ટન્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ મેડિકલ ઓન્કોલોજીના ડૉ. અભિષેક યાદવે કહ્યું કે ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅન્સરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. દર વર્ષે કૅન્સરના 10 થી 15 કેસ સામે આવે છે. જ્યારે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1.8 કરોડ લોકો કેન્સરની બિમારીથી પીડાય છે.જેમાંના મોટાભાગના કેસો મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર અને સ્તન કેન્સરના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.