બ્રેકિંગ ન્યુઝ
VTV / There are built-in security measures to maintain the confidentiality of the budget
Dinesh
Last Updated: 07:37 PM, 1 February 2023
ADVERTISEMENT
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા આજે રજૂ કરવામાં આવેલું બજેટ તૈયાર કરવા માટે સેંકડો અધિકારીઓની ફોજ 14,400 મિનિટ પોતાના ઘર-પરિવારથી દૂર કેદ રહે છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં આ અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બજેટ એ અત્યંત ગોપનીય દસ્તાવેજ હોય છે અને તેને તૈયાર કરતી વખતે તેમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ઘર-પરિવાર અથવા તો સમગ્ર દુનિયાથી 10 દિવસ સુધી વિખુટા રહે છે. જો તમે 10 દિવસની મિનિટની ગણતરી કરો તો 14,400 મિનિટ થાય છે. એટલે કે બજેટને આખરી ઓપ આપનારા અધિકારીઓ 14,400 મિનિટ સુધી કેદમાં રહે છે.
ADVERTISEMENT
બહાર જવાની કે પોતાના સાથીઓને મળવાની મંજૂરી હોતી નથી
બજેટ તૈયાર થવાની પ્રક્રિયા દરમિયાન નાણાપ્રધાન અત્યંત ભરોસાપાત્ર અને વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી આપે છે. દેશનું સામાન્ય બજેટ જ્યાં સુધી સંસદમાં રજૂ થાય નહીં ત્યાં સુધી તેને તૈયાર કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક હોય છે. બહારની કોઈ પણ વ્યક્તિ નાણાં મંત્રાલયમાં એન્ટ્રી કરી શકતી નથી. બજેટના દસ્તાવેજને તૈયાર કરનારી ટીમ ઉપરાંત તેનાં પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પણ બહાર જવાની કે પોતાના સાથીઓને મળવાની મંજૂરી હોતી નથી.
10 દિવસ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ હોય
નાણા મંત્રાલયમાં 10 દિવસ માટે ડોક્ટરોની એક ટીમ પણ તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ થઈને તહેનાત રહે છે, જેથી કોઈ પણ કર્મચારી કે અધિકારી બીમાર પડે તો તેને મંત્રાલયની અંદર જ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન છેલ્લા 10 દિવસમા ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT