બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / ગુજરાત / The world famous Ganesha temple is situated in Ganashpur near Ahmedabad, the majesty is amazing

ગણેશ ચતુર્થી 2023 / અમદાવાદની નજીક આવેલા છે જગવિખ્યાત ગણેશ મંદિર, ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન સાથે વન-ડે પિકનિકનો પણ લઈ શકશો લ્હાવો

Dinesh

Last Updated: 07:28 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023 : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું.

 

  • ગણેશપુરામાં આવેલું છે અનોખું ગણેશ મંદિર 
  • ધોળકા નગરની નજીકમાં આવેલું છે આ સુપ્રસિદ્ધ મંદિર
  • આ મંદિરની મૂર્તિમાં એક આગવી ખાસિયત છે 

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે.

સિદ્ધી વિનાયક મંદિર, મહેમદાવાદ

અમદાવાદથી 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવામાં આવી છે. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી છે. 6 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું આ મંદિર જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંજ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

ગણપતિ મંદિર, અમદાવાદ

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિની છે અને અન્ય મૂર્તિ આરસપહાણમાંથી બનેલી છે. તેની સૂંઢ ડાબી તરફ છે અને તે સિંદૂરના કલરની છે. બારેમાસ આ મંદિરમાં ભીડ રહે છે. ભક્તો અહીં બાપ્પાને પ્રિય એવા બૂંદીના લાડુ અવશ્ય ચઢાવે છે. 

ફોટો સૌજન્ય - Wikipedia
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ