બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The water bodies became an obstacle to find the body in Macchu water, the army landed with modern machines in boats

મોરબી દુર્ઘટના / મચ્છુના પાણીમાં મૃતદેહ શોધવામાં જળકુંભી બની અવરોધ, બોટમાં આધુનિક મશીન સાથે ઉતરી સેના

Priyakant

Last Updated: 09:27 AM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું

  • મોરબીમાં હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ
  • આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ  
  • નદીમાં બોડી શોધવામાં જળકુંભી બની રહી હતી અવરોધ
  • જળકુંભી કાઢવા નદીમાં ઉતારાયું આધુનિક મશીન

મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં મશીન દ્વારા નદીમાંથી જળકુંભી કઢાઈ રહી છે. 

મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે,  છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી PM નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે અને આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને PM મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી  દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, પોલીસ, તરવૈયાની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત રહ્યા હતા અને અત્યાર સુધી ૧૩૩ મૃતદેહો નીકાળવામાં આવ્યા છે જ્યારે મિસિંગ એક માત્ર વ્યક્તિ માટે હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. 06ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને ૦૫ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૦૨ લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય 

આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી

વિપદાની આ પળે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત તબિયતની જાણકારી મેળવી હતી.

સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી

મુશ્કેલીની આ ઘડીમાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગીઓના પરિવારજનોને મદદરૂપ થવા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ આર્થિક સહાય પણ જાહેર કરી છે. જે હેઠળ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જેના પગલે મૃતકોના પરિજનોને આ સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

MORBI BRIDGE ACCIDENT Morbi bridge Morbi bridge collapse પુલ હોનારત મોરબી બ્રિજ દુર્ઘટના મોરબી હોનારત Morbi Tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ