બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / The state government ordered an inquiry into the scams in Saurashtra University

આદેશ / સૌરાષ્ટ્ર યુનિ.ને ગેરરીતિમાં 'A ગ્રેડ': સરકારે એક સાથે 8 કૌભાંડમાં આપ્યા તપાસના આદેશ, મચ્યો ખળભળાટ

Khyati

Last Updated: 12:41 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડોને લઇને શરૂ થશે તપાસનો ધમધમાટ, મોડી મોડી પણ રાજ્ય સરકારે નોંધ લેતા બે સભ્યોની કમિટી બનાવી કરાશે સઘન તપાસ

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ  મામલે રાજ્ય સરકારનો તપાસનો આદેશ 
  • કૌભાંડ થયું છે તેનો સ્વીકાર કર્યો એ મોટી વાતઃ નિદત બારોટ
  • અગાઉની તપાસનો રિપોર્ટ પણ સમિતિને સોપાશે: કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું યુનિવર્સિટી બની ગઇ છે તે કહેવુ ખોટુ નહી. કારણે  કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા.  માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે . આ અંગે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો. જેમાં સરકાર દ્વારા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોને લઇને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત  બે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર એક્શનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારો અને સિન્ડીકેટ સભ્યોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 

વર્તમાન કુલપતિ કૌભાંડ દબાવવાનો પ્રયાસ કરે છે- નિદત બારોટ 

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન નિદત બારોટે જણાવ્યું કે ગુજરાત સરકારનો આ નિર્ણય આવકાર્ય છે. કમિટીના સભ્યો જ્યારે રાજકોટ આવશે ત્યારે સાથ સહકાર આપીશુ અને અમારા પ્રશ્નોની રજૂઆત કરીશું. છેલ્લા એક વર્ષથી દબાયેલા કૌભાંડો જાહેરમાં આવશે તેવો મને વિશ્વાસ છે. આ કમિટી સાચો અને હકીકત દર્શાવતો રિપોર્ટ આપશે તેવો આપણે વિશ્વાસ રાખીએ. માટી કૌભાંડ અને ભરતી કૌભાંડના કોઇ પણ પ્રકારના પુરાવા આપવાની અમારી તૈયારી છે. વ વર્તમાન કુલપતિએ આ પ્રકરણ થોડા સમયથી દબાવી રાખ્યું હોય તેવુ ચોક્કસ લાગે છે. 

સીલબંધ કવરમાં રિપોર્ટ સોપવામાં આવશે: કુલપતિ

તો સરકાર દ્વારા કૌભાંડોની તપાસ કરવા માટે બે સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે ભૂતકાળમાં તપાસો થઇ હશે તે અહેવાલો સીલ બંધ કવરમાં હશે. જે પણ તપાસ કમિટીના સભ્યો આવશે તેઓ જે પણ રિપોર્ટ માંગશે અમે આપીશું. ગઇકાલે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ પત્ર મળ્યો.  સીલબંધ કવારમાં રિપોર્ટ સોંપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ