બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / વડોદરા / The post of Additional Commissioner of Police for Law and Order has been created in Vadodara

મહત્વનો નિર્ણય / વડોદરામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં: લૉ-એન્ડ ઓર્ડર માટે લેવાયો સૌથી મોટો નિર્ણય, જાણો શું

Priyakant

Last Updated: 09:04 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો

  • વડોદરામાં વધુ એક એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ
  • લો એન્ડ ઓર્ડર માટે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ
  • પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે રજૂઆત કરતાં ગૃહ વિભાગનો નિર્ણય 
  • શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડી. પોલીસ કમિશનર રહેશે 
  • શહેરમાં રામનવમીની યાત્રા સમયે થયેલ તોફાનો બાદ લેવાયો નિર્ણય

વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. મહત્વનું છે કે, પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરી હોઇ તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તરફ ગૃહવિભાગનાં નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં હવે એક નહિ પરંતુ 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે. નોંધનીય છે કે, વડોદરામાં રામનવમીએ પથ્થરમારા બાદ વિસ્તારમાં તંગદિલી સર્જાઇ હતી. 

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ વડોદરામાં પથ્થરમારાની ઘટના વચ્ચે પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘે એક નવી પોસ્ટ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ગૃહ વિભાગ દ્વારા લૉ-એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. આ સાથે ગૃહ વિભાગ ટુંક સમયમાં નવા એડિશનલ પોલીસ કમિશનરની જાહેરાત કરશે. 
 
વડોદરામાં રામ નવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાન મામલે SITની ટીમે તપાસ શરૂ કરી છે. SITની ટીમે CCTV, વીડિયો અને ફોટોના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધી 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભડકાઉ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરવામાં આવી છે.  

3 પોલીસ સ્ટેશનના PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સિટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના 
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે.  જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા  DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SITની ટીમમાં ACP ક્રાઇમ, ACPG ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો છે. 

VHP નેતાની ધરપકડ
પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં પથ્થરમારા બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે VHP નેતા રોહન કમલેશ શાહની પોલીસે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંન્ચ ખાતે રોહન શાહની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રોહન શાહની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. 

શું હતો સમગ્ર મામલો? 
દેશભરમાં રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ  હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી. પથ્થરમારા બાદ તંગદિલી ઉભી થવા પામી હતી. પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.   

ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
આ ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પથ્થરમારો કરનારને ચેતવણી આપી હતી કે, 'રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે,  તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલા ભરવામાં આવશે.'

પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોંબિંગ કર્યું
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી તોફાનીઓને પોલીસે પકડી પાડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ