બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The old man had a hard time drinking beedi in the Indigo flight coming from Saudi to Ahmedabad

કોની બેદરકારી? / હજારો ફૂટની ઊંચાઇએ ફ્લાઇટમાં સ્મોકિંગ કરવું આ શખ્સને ભારે પડ્યું, FIR દાખલ

Vishal Khamar

Last Updated: 10:19 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી થી અમદાવાદ આવી રહેલી ઈંડીંગોની એક ફ્લાઈટમાં ગુજરાતનાં એક શખ્શને બીડી પીવાની તલબ થઈ હતી. જે બાદ તે શખ્શ દ્વારા ફ્લાઈટમાં બીડી સળગાવી મુસાફરોનો જીવ જોખમમાં મુકી દીધો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સાઉદી અરબનાં જેદ્દા થી અમદાવાદ આવી રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ બીડી સળગાવાની તમામ મુસાફરોની સુરક્ષાને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગઈ. તે બાદ આ ઘટનાં સંદર્ભે એરપોર્ટ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

અમદાવાદ આવી રહેલ ઈડિંગોની એક ફ્લાઈટમાં ગુજરાતનાં નવસારી ખાતે રહેતા 70 વર્ષીય ગફર અબ્દુલ રહીમ પણ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક તેઓને બીડી પીવાની તલબ લાગતા તેઓએ વિમાનની અંદર બીડી સળગાવી પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મુકી હતી. જ્યારે ફ્લાઈટમાં બીડીની વાસ આવવાની શરુ થતા એયર હોસ્ટેસ દ્વારા તમામ સીટો પર ચેકીંગ કરતા આ વાત સામે આવી હતી. 

ગફર અબ્દુલે દહીનાં ડબ્બાને એસ્ટ્રે બનાવી લીધી હતી અને તેમાં જ બીડી પીધા બાદ તેની રાખ નાંખી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આટલી સઘન સુરક્ષા તેમજ ચેકીંગ હોવા છતાં પણ ફ્લાઈટમાં કેવી રીતે વૃદ્ધ શખ્શ માચિસની ડબ્બી લઈ કેવી રીતે ગયો?  જ્યારે તેને આ બાબતે વૃદ્ધની પૂછપરછ કરતા તેની પાસેથી માચીસનું ખોખુ મળી આવ્યું હતું. 

પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વૃદ્ધને લાગેલી તલબને લઈ ગફર અબ્દુલ રહીમે અન્ય મુસાફરોની સુરક્ષાનો જોખમમાં મુકી હતી. જેનાં કારણે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે. જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ તઈ ત્યારે ઈંડીગો ફ્લાઈટનાં સ્ટાફ દ્વારા અ સમગ્ર ઘટનાં બાબતે સ્થાનીક સ્ટાફને આ સમગ્ર ઘટના બાબતે જાણકારી આપી હતી. જે બાદ એરપોર્ટ પોલીસ મથકે આ વૃદ્ધ મુસાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. 

વધુ વાંચોઃ વડોદરા લોકસભા બેઠક પરથી કોઇ ચૂંટણી લડવા તૈયાર નથી, ઉમેદવારને શોધવા કોંગ્રેસના હવાતિયા

આ ઘટનાએ ઉભા કર્યા અનેક સવાલ
અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસભરમાં 100 થી વધુ ફ્લાઈટો ઉડાન ભરે છે તેમજ લેન્ડ થાય છે. જેમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ હોય છે. એરપોર્ટ પર આમ તો બીડી કે સિગારેટ પીવા માટે અલગ વ્યવસ્થા હોય છે. જ્યાં કોઈ પણ મુસાફર સરળતાથી ધુમ્રપાન કરી શકે છે. પરંતું વિમાનમાં કોઈ પણ જ્વલંતશીલ ચીજ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે.  હાલમાં જેદ્દા થી અમદાવાદ આવેલી ઈંડિગો એરલાઈન્સની ફ્લાઈટેમાં થયેલી આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ