બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The meteorological department has forecast heavy rains for two more days

આગાહી / હવામાન વિભાગની હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

Kiran

Last Updated: 09:22 AM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ મહિનામાં પુરી શઈ શકે છે વરસાદની ઘટ જુઓ શું કહ્યું હવામાન વિભાગે

  • ગુજરાતમાં હજુ રહેશે વરસાદી માહોલ
  • બે દિવસ સુધી ભારે વરસાદની શકયતા
  • રાજ્યમાં ઓછી થઈ રહી છે વરસાદની ઘટ

રાજ્યમાં વરસાદની મોસમ પુરજોશમાં ખીલી છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 

બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી અનેક જિલ્લાઓમાં ધોમમાર વસરસી રહ્યો છે જેના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ છે  તો ગુજરાતના જળાશયોમાં નવા નીર આવતા રાજ્યમાં જળસંકટનો ખતરો ટળ્યો છે એવામાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ જોવાઈ રહી છે ત્યારે આ મહિનામાં તે પુરી થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.


રાજ્યમાં ઓછી થઈ રહી છે વરસાદની ઘટ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે પુરી થશે સાથે રાજ્યમાં અનેક જિલ્લાઓ જેવા કે અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે તેવી  આગાહી કરી છે.

તો આ તરફ દાહોદ, પંચમહલ, મહીસાગર, મહેસાણામાં હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ