The match between India and New Zealand will be played in Ahmedabad
અમદાવાદ /
1 ફેબ્રુ.એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે INDvsNZ T-20 મેચ, 500થી લઇને 10000 સુધી ટિકિટનો ભાવ, બુકિંગ શરૂ
Team VTV09:37 AM, 24 Jan 23
| Updated: 09:43 AM, 24 Jan 23
1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાવા જઈ રહેલી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જાણો T20 મેચની ટિકિટનો ભાવ શું ચાલી રહ્યો છે અને ક્રિકેટરસિકો ક્યાંથી ટિકિટ બુક કરાવી શકે છે.
મદાવાદમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
1 ફેબ્રુઆરીએ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે T20 મેચ
T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ, જાણો ટિકિટની કિંમત
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં.
ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ
1.32 લાખની ક્ષમતા વાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમાવા જઈ રહેલી T20 મેચનું બુકિંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.
કેટલો છે ટિકિટનો ભાવ?
- L, K અને Q બ્લોકમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા
- B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા
- J અને R બ્લોકમાં ટિકિટનો ભાવ 2000 રૂપિયા
- A, H, M અને N બ્લોકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા
- D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા
- અદાણી પ્રિમયમ વેસ્ટ-ઈસ્ટ બ્લોકમાં ટિકિટનો ભાવ 6000 રૂપિયા
- સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે, એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.
શું છે સ્ટેડિયમની ખાસિયતો
- 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
- ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
- સ્ટેડિયમમાં કુલ 1.32 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
- જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી વધારે છે
- મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
- કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
- મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
- મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
- આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
- વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
- ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે