બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / The increasing cases of corona across the country became a matter of concern from the government to the people

સાચવજો! / દેશમાં ફરી કોરોનાએ મચાવ્યો તાંડવ: છેલ્લાં 24 કલાકમાં કેસ 10 હજારને પાર, મોતનો આંક ડરાવનારો

Malay

Last Updated: 10:23 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Covid-19 Update: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે. જોકે, રવિવારે કેસોની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક છે.

 

  • કોરોનાના વધતા જતા કેસોએ ચિંતાનો વિષય બન્યો
  • આજે કોરોનાના 10 હજાર 93 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસની સંખ્યા 57 હજારને વટાવી ગઈ

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ સરકારથી લઈને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. આજે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જરૂર જોવા મળ્યો છે પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. રવિવારે દેશભરમાં કોરોનાના 10093 કેસ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા કેસોની સરખામણીમાં આજે થોડો ઘટાડો થયો છે. 10 હજારથી વધુ નવા દર્દીઓની સાથે એક્ટિવ કેસની સંખ્યા હવે 57,542 પર પહોંચી ગઈ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "લખનઉમાં કોરોના થયો જીવલેણ, છેલ્લા  24 કલાકમાં સામે આવ્યાં 191 નવા કેસ, 1નું મોત #UttarPradesh #Lucknow  #coronaviruscase #vtvgujarati https://t.co ...

6 હજારથી વધુ લોકો થયા સાજા
કોરોના વાયરસથી રિકવરીની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,248 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો હવે 4,42,29,459 પર પહોંચી ગયો છે અને રિકવરી રેટ 98.68 ટકા છે. બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે દેશમાં 11,109 કેસ નોંધાયા હતા. જ્યારે તે પહેલા ગુરુવારે 10,158 દર્દીઓ મળી આવ્યા હતા.

મૃત્યુઆંક વધતા સ્થિતિ ચિંતાજનક
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સંક્રમણના કેસોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો હતો. કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કારણ કે મૃત્યુઆંક પણ ધીમે-ધીમે વધી રહ્યો છે. શનિવારે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 23 લોકોના મોત થયા હતા. કોરોનાના કેસ વધતા ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.

Tag | VTV Gujarati

1.79 લાખ લોકોના કરાયા ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, શનિવારે દેશમાં લગભગ 1,79,853 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રસીકરણની વાત કરીએ તો શનિવારે કુલ 807 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દેશાં અત્યાર સુધીમાં 220.66 કરોડ વેક્સિનના ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. તો 23 લોકોના મૃત્યુ બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,31,114 થઈ ગયો છે. કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ