બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The Gujarat High Court slammed the Gujarat government on the ragging issue in colleges

સુઓમોટો અરજી / 'વિસ્તૃત જવાબ રજૂ કરો', કોલેજોમાં થતા રેગિંગ મામલે ગુજરાત હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી

Malay

Last Updated: 09:02 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની કોલેજોમાં રેગિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી, રેગિંગની ફરિયાદો પર લીધેલા પગલાની HCએ સ્પષ્ટતા માગી.

 

  • ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી
  • કોલેજોમાં થતી રેગિંગ મામલે સુનાવણી
  • ફરિયાદો પર લીધેલા પગલાંની માંગી સ્પષ્ટતા

રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાંટકણી કાઢી હતી.

BIG NEWS: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને બનાવ્યા ગુજરાત હાઇકોર્ટના  ન્યાયાધીશ, જુઓ કોણ કોણ | Gujarat High Court got a new judge

સરકારને પૂછ્યા સવાલો 
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે? આવી ઘટનામાં ફરિયાદો કોને કરવાની? આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડ્યા કેમ નથી? આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદો પર લીધેલા પગલાંની સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.

6 એપ્રિલે હાથ ધરાશે વધુ સુનાવણી
જેના પર સરકારે જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે બી.જે મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટર સામે પગલાં લેવામાં આવ્યા છે. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, દરેક જવાબ માત્ર કાગળ પર છે, વિસ્તૃત જવાબ રજૂ કરો. આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 6 એપ્રિલે હાથ ધરાશે.

જૂથવાદ: ગુજરાત HCના 38% વકીલોનું ગુજરાતી ભાષાને સમર્થન, 62%એ વિરોધ કરતા  લેવાયો આ નિર્ણય | 62 percent lawyers opposed the Gujarati language in Gujarat  High Court

સિનિયરોના ત્રાસથી 2 યુવકોએ કર્યો હતો આપઘાત
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા સિનિયરોના રેગિંગના ત્રાસથી મેડિકલમાં અભ્યાસ કરતા બે યુવાનોએ  આપઘાત કરી લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર પાસે સિનિયર ડોક્ટરો ઘરના કામ કરાવતા હતા તેમજ પરીક્ષા હોવા છતાં નાઇટ શિફ્ટ આપવા દબાણ કરતા હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government gujarat high court ragging in colleges કોલેજોમાં રેગિંગ ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી Hearing in Gujarat High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ