બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The government made a big announcement regarding the inflation allowance,
ParthB
Last Updated: 12:57 PM, 1 May 2022
ADVERTISEMENT
ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
10 મહિનાનું એરિયર્સ કર્મચારીઓને 2 હપ્તામાં ચૂકવાશે
ADVERTISEMENT
આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.