બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / The girl started taking off her clothes after making a call on WhatsApp, the young man fainted, then kept sending obscene photos.

ક્રાઈમ / વોટ્સએપ પર કોલ કરતાં જ કપડા કાઢવા લાગી છોકરી, યુવાન થયો બેહોશ, તોય મોકલતી રહી અશ્લિલ ફોટા

Vishal Khamar

Last Updated: 06:21 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સેક્સ ટોર્શનનાં કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. ત્યારે વીડિયો કોલ પર મિત્રતા બાદ પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો ગુરુગ્રામનાં એક છોકરા સાથે બન્યો છે. જે બાદ યુવકનાં પિતાએ ફરિયાદ નોંધાવી છે.

  • વીડિયો કોલ પર મિત્રતા, પછી છેતરપિંડી અને બાદમાં સેક્સટોર્શન
  • જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો તરત જ પોલીસમાં ફરિયાદ કરો.
  • અશ્લીલ વીડિયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે

આજના યુવાનો આસાનીથી પૈસા કમાવવાના ચક્કરમાં ભટકી ગયા છે. મહેનત કરવાને બદલે તેઓ મહેનતુ લોકોને છેતરવા લાગે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં સાયબર ક્રાઈમના કેસો, ખાસ કરીને જેમાં છેતરપિંડી અથવા પૈસા પડાવવાના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. આવો જ એક કિસ્સો સેક્સટોર્શનનો છે. પહેલા વીડિયો કોલ પર મિત્રતા, પછી છેતરપિંડી અને બાદમાં સેક્સટોર્શન. જેના જીવનમાં આ ત્રણ શબ્દો જોડાઈ જાય છે તેનું જીવન નરક બની જાય છે. આવું જ કંઈક ગુરુગ્રામના એક 25 વર્ષના છોકરા સાથે થયું. આ છોકરો નિવૃત જજનો પુત્ર હોવાનું જાણવા મળે છે. તે તેના પિતા સાથે ચેમ્બરમાં બેઠો હતો. ત્યારે તેના વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો.કોલના બીજા છેડે એક છોકરી હતી જે સતત તેના કપડાં ઉતારી રહી હતી. ત્યારે પિતા સાથે બેઠેલા છોકરાનું મન સુન્ન થઈ ગયું અને તે બેભાન થઈ પડી ગયો. તેમજ હૃદયના ધબકારા વધુ તેજ થયા.
નિવૃત્ત જજે પોલીસને આપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કથિત કોલ સવારે 9.30 વાગ્યે આવ્યો હતો. જ્યારે તે અને તેનો પુત્ર સેક્ટર 17માં તેમની ચેમ્બરમાં બેઠા હતા. તેણે કહ્યું કે જેવો જ કોલ આવ્યો, ત્યારે તેમના પુત્રએ જોયું કે કોલના બીજા છેડે એક છોકરી હતી. જે તેના કપડાં ઉતારી રહી હતી. આ જોઈને તેનો પુત્ર ગભરાઈ ગયો અને તેણે કોલ કાપી નાંખ્યો હતો. 
ફોન કાપતા જ ધમકી મળી
રિટાયર્ડ જજે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ફોન કાપતા જ ફરી ફોન અને વોટ્સએપ પર પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો તેઓ આમ નહીં કરે તો અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. નિવૃત્ત ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, "કેટલાક અસામાજિક તત્વો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અને પૈસા મેળવવા માટે મોબાઈલ નંબર હેક કરી શકે છે."
જો તમારી સાથે આવું કંઈક થાય તો શું કરવું
જો તમારી સાથે પણ આવું કંઈક થાય છે, તો તમારે ગભરાવાની જરૂર નથી અને સેક્સટોર્શનિસ્ટ સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કે સોદો કરવાની જરૂર નથી. આ પછી તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 67A અને આઈપીસીની કલમ 292 હેઠળ કેસ નોંધવો જોઈએ. ત્યારે નિવૃત્ત જજે ગુરુગ્રામના સેક્ટર 18 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.  પરંતું હજુ સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.
શું છે વીડિયો કોલ સ્કેમ
વીડિયો કોલ કૌભાંડ નવું નથી, તે દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપમાં માધ્યમથી ચાલી રહ્યું છે.  જેમાં સ્કેમર્સ વીડિયો કોલની લાલચ અથવા પૈસા કમાવવાની લાલચ આપી ફસાવે છે.  એકવાર જો કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાઈ જાય છે. તો તેના માટે તેમની પકડમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ