બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The father committed atrocities on the daughter

વલસાડ / હચમચાવી મુકે તેવી ઘટના ! સગા બાપે દિકરી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી,પોલીસ સકંજામાં લંપટ

Khyati

Last Updated: 05:18 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતા-દિકરીના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો ! વલસાડમાં સગા બાપે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આચર્યુ દુષ્કર્મ

  • વલસાડના ધરમપુરની ચકચારી ઘટના
  • સગાબાપે દિકરી પર આચર્યુ દુષ્કર્મ
  • પોલીસે નરાધમ બાપની કરી ધરપકડ 

કળિયુગમાં દિકરી અને પિતાના સંબંધોને લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે.વલસાડમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને  રોષ ભભૂકી ઉઠે. પિતા અને દિકરીના પવિત્ર સંબંધનીતો વાત કરો એટલી ઓછી પડે . પિતાનો દિકરી પ્રત્યે કેવો પ્રેમની વાત કરતા તો આંખમાંથી આંસુ છલકાઇ જાય ત્યારે વલસાડમાં તો સગા બાપે જ દિકરી પર નજર બગાડતા ચકચાર મચી છે. 

સગા બાપે દીકરીને બનાવી ગર્ભવતી

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે . વલસાડમાં લોહીના સંબંધોને લજવતી એક ઘટના બની. ભણવાની ઉંમરે સગા બાપે જ દિકરીને ગર્ભવતી બનાવી. ધરમપુરના એક ગામની આ ઘટના છે. જ્યાં બાપે સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું. બે વર્ષ સુધી આ દિકરી હવસખોર બાપનો શિકાર બનતી રહી. સગો બાપ પોતાની જ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને  ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.  જોકે દિકરીએ જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે સમગ્ર લંપટ બાપનો ભાંડો ફૂટ્યો અને આખી ઘટના સામે આવી. ઘટનાની જાણ થતા નરાધમ પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે નરાધમ બાપની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

ખેડામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સામે દુષ્કર્મની ફરિયાદ 

ખેડાના ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. 52 વર્ષીય સુપ્રિટેન્ડેન્ટ ડો. અજય વાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ. સરકારી નોકરી અને લગ્નની લાલચ આપીને સુપ્રિટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સુપ્રિટેન્ડન્ટે આણંદના બંગલામાં એપ્રેન્ટિસ ડોક્ટરને લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું કહેવાય છે કે, એપ્રેન્ટિસ ડોક્ટર યુવતીના લગ્ન થઇ ગયા બાદ પણ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે યુવતી સાથે જબરજસ્તી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા પણ ધમકી આપતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હાલમાં ડાકોર પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ