The creature, which had been lying dormant for 25,000 years
અજીબ ઘટના /
24 હજાર વર્ષ સુધી સૂતેલુ રહ્યું આ પ્રાણી, બરફમાંથી નીકળતા જ ચાલવા લાગ્યુ
Team VTV11:43 AM, 09 Jun 21
| Updated: 11:46 AM, 09 Jun 21
ક્યારેય તમે સાંભળ્યુ છે કે હજારો વર્ષો સુધી બરફમાં દબાયેલ જીવ જીવતો બહાર નીકળે? રશિયામાં આવી જ એક ઘટના સામે આવી છે.
24 હજાર વર્ષ બાદ જીવતો થયો આ જીવ
બરફની નીચે દટાયેલો હતો
રશિયાના વૈજ્ઞાનિકે કરી જીવ વિશે શોધ
હજારો વર્ષો સુધી માટી અને બરફમાં દબાયેલા એક જીવે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. તેનું નામ Bdelloid rotifers છે. રશિયાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, 24 હજાર વર્ષ બાદ આ જીવ સક્રિય થયો છે નહીતર તે ચિરનિંદ્રામાં સૂતેલુ હતુ.
પાણીવાળા વાતાવરણમાં જીવે છે આ જીવ
વાજ્ઞાનિકોનું કહેવુ છે કે સામાન્ય રીતે Bdelloid rotifers પાણીવાળા વાતાવરણમાં જ જીવતુ રહે છે અને પોતાને જીવતા રાખવાની ક્ષમતા આ જીવમાં હોય છે. રિપોર્ટ અનુસાર રશિયાના વૈજ્ઞાનિકોએ ડ્રિલિંગ રિગનો ઉપયોગ કરીને સાઇબેરિયાના બેહદ બર્ફીલા એરિયામાંથી આ જીવને બહાર કાઢ્યો હતો. આ જીવ સુપ્તાવસ્થાની અવસ્થામાં હજારો-લાખો વર્ષ જીવતુ રહી શકે છે.
જૂના રિસર્ચમાં કહેવામાં આવ્યુ હતુ કે સુક્ષ્મકજીવ જામેલી અવસ્થામાં 10 વર્ષ જીવતો રહી શકે છે પરંતુ તે મિથ પણ તૂટી ગયુ છે કારણકે આ જીવ 24 હજાર વર્ષ બાદ જીવતુ બહાર નીકળ્યુ છે.
રશિયાના રિસર્ચરે પોતાની રિસર્ચમાં કહ્યું છે કે તેણે રેડિયોકાર્બન ડેટિંગની મદદથી આ વાતની શોધ કરી છે કે આ સુક્ષ્મજીવ 24 હજાર વર્ષથી જીવતુ છેય સાઇબેરિયાના જે વિસ્તારમાં આ જીવને શોધવામાં આવ્યો તે આખુ વર્ષ બરફથી ઢંકાયેલ રહ્યો છે.