બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Congress delegation will meet the Governor today regarding the release of water from Narmada Dam

માંગણી / નર્મદા ડેમમાંથી પાણી છોડવા મુદ્દે કોંગ્રેસે બાંયો ચડાવી, આજે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, જાણો શું છે મામલો

Malay

Last Updated: 10:11 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: નર્મદા ડેમમાંથી પાણી છોડવા અંગે પ્રદેશ કોંગ્રેસ મેદાને, કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, પૂરની ન્યાયિક તપાસ માટે કોંગ્રેસ રાજ્યપાલ સમક્ષ કરશે રજૂઆત.

  • નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો કોંગ્રેસનો દાવો 
  • રાજ્યપાલ સાથે મુલાકાત કરશે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ
  • HCના સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચ રચવાની માંગ 

Gandhinagar News: તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને પૂરની ન્યાયિક તપાસ માટે રજૂઆત કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં તે માત્ર અને માત્ર મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે. 

કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
નર્મદા નદીમાં આવેલા પૂર મામલે આજે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે કરશે. કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પૂરની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચ રચવાની માંગ કરશે. આ સાથે જ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા પૂરથી લોકો અને ખેડૂતોને થયેલા નુકસાનનું પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવશે. 

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ કે, નર્મદા ડેમમાંથી પાણી છોડવા મામલે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ ન્યાયિક તપાસ પંચ નીમવા માંગ કરી હતી.  તો કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ડેમમાં પાણી આવે તો અગાઉથી જ ખબર પડી જાય છે, નર્મદા ડેમ પહેલા કેટલાય ડેમ આવે છે. જે બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અગાઉથી જાણ કરવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા તે માત્ર મિસમેનેજમેન્ટના કારણે જ થયું છે. 

મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છેઃ જયનારાયણ વ્યાસ
તેમણે કહ્યું હતું કે, ક્લાઉડ બર્સ્ટ એ નર્યું જુઠ્ઠાણું છે, અહીંયા એ શક્ય ન જ નથી. પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી એ રાજ્યના લોકોની મશ્કરી સમાન છે. આ ફક્ત મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે.

શું છે સમગ્ર મામલો?
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતૂર બની હતી, જેના કારણે  ચાણોદ, ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. અંકલેશ્વર શહેરમાં નર્મદાના ધસમસતા પાણીએ વિનાશ વેર્યો હતો. શહેરમાં 10 ફૂટ કરતાં વધારે પાણી ભરાતાં લોકો ઘરમાં કેદ થઇ ગયા હતાં. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત થયું હતું. લગભગ 6000 લોકો પૂરના પાણી પ્રભાવિત થયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. તો દુકાનોમાં પાણી ઘુસી જતાં માલ-સામાન પાણીમાં પલળી ગયો હતો. ખેડૂતોનો ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 

50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા
તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને 12 કલાક માટે બંધ કરી દેવાયો હતો. વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા મુંબઇ-ભરૂચના મુસાફરો અટવાયા હતા. આમ, રેલવે વ્યવહાર ખોરવાતા 50 હજારથી વધારે મુસાફરો પરેશાન થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ