બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The attractiveness of the Sabarmati riverfront will surely increase

અમદાવાદ / સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં વધારો, આજથી શહેરીજનો માટે કાયાકિંગ બોટ શરૂ, જાણી લો સમય અને ભાડું

Dinesh

Last Updated: 12:09 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરફ્રન્ટમાં આવી બોટ હંકારવાનું ભાડું પણ નિશ્ચિત થઈ ગયું હોઈ તે સવારના 6.00થી 10.00 વાગ્યા સુધી અને સાંજના 4.00થી 7.00 વાગ્યાના પ્રાઇમ ટાઇમમાં વ્યક્તિદીઠ રૂ. 600 છે

  • રિવરફ્રન્ટમાં આવી બોટ હંકારવાનું ભાડું પણ નિશ્ચિત થઈ
  • સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં ચોક્કસ વધારો થશે
  • 45 મિનિટ સુધી બોટની સહેલગાહ માણી શકાશે


હવે નદીનાં વહેતાં નીરમાં હલેસાં મારીને બોટ હંકારવાનો રોમાંચ માણવા માટે શોખીન અમદાવાદીઓને છેક વડોદરા પાસેની મહીસાગર નદી સુધી લાંબા નહીં થવું પડે, કેમ કે મ્યુનિ. સત્તાધીશો ઘરઆંગણે જ ક્રીડાપ્રેમીઓને આવો આનંદ આપવા જઈ રહ્યા છે. રિવરફ્રન્ટમાં આવી બોટ હંકારવાનું ભાડું પણ નિશ્ચિત થઈ ગયું હોઈ તે સવારના 6.00થી 10.00 વાગ્યા સુધી અને સાંજના 4.00થી 7.00 વાગ્યાના પ્રાઇમ ટાઇમમાં વ્યક્તિદીઠ રૂ. 600 છે, જ્યારે બપોરના સમયગાળામાં એટલે કે બપોરના 3.00થી 4.00 વચ્ચે આ ભાડું અડધોઅડધ ઘટાડીને પ્રતિવ્યક્તિ રૂ.300 રખાયું છે, જોકે આનાથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં ચોક્કસ વધારો થશે.

કાયાકિંગ બોટ શરૂ કરાશે
મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવતી કાલથી શહેરીજનો માટે કાયાકિંગ બોટ શરૂ કરાશે. આ બોટમાં બેસીને લોકો હલેસાં મારીને નદીમાં મોજ માણી શકશે. કાયાકિંગ બોટ હોલો બોટ હોઈ તે પાણીમાં ડૂબતી નથી તેમજ વજનમાં સાવ હળવી હોઈ તેને હાથથી ઊંચકીને પણ ચાલી શકાય તેમ છે.

6.00 વાગ્યાથી નાગરિકો માટે પ્રારંભ કરશે.
કાયાકિંગ બોટનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી આવતી કાલે સવારના 6.૦૦ વાગ્યાથી તેનો નાગરિકો માટે પ્રારંભ કરશે. શહેરીજનો સરદારબ્રિજ નીચેના ઘાટ નં.11થી આ બોટમાં બેસવાનો લહાવો લઈ શકશે. સરદારબ્રિજથી આંબેડકરબ્રિજ સુધીના રૂટ પર 45 મિનિટ સુધી બોટની સહેલગાહ માણી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટમાં નવા પ્રકારની બોટ એક્ટિવિટી શરૂ કરનાર એજન્સી પાસેથી તંત્ર દર મહિને રૂ. એક લાખની આવક મેળવશે. એજન્સીને બે વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ તંત્ર દ્વારા અપાયો છે. 

અમદાવાદીઓ માટે કુલ દસ બોટ
એજન્સી દ્વારા ત્રણ સિંગલ સીટર અને સાત ડબલ સીટર એમ કુલ દસ કાયાકિંગ બોટ આવતી કાલ સવારથી લોકો માટે રિવરફ્રન્ટમાં તરતી મુકાશે.

ઓનલાઇન બુકિંગ જ થશે
 કાયાકિંગ બોટની મોજ માણવા માટે નાગરિકોએ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે, જે માટે Ahmedabad Kayaksની entartica.com પર બુકિંગ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ