ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
થાઈલેન્ડના ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, અમે 71 વર્ષની મહિલા દર્દીને નવી દવા આપી 48 કલાકમાં તેને ઠીક કરી દીધી. દવા આપ્યાના 12 કલાકમાં દર્દી બેડ પર જાતે બેઠી થઈ, જ્યારે દવા આપ્યા પહેલાં તે હલી પણ નહોતી શકતી. 48 કલાકમાં તે 90 ટકા સ્વસ્થ થઈ ગઈ હતી. થોડાં દિવસમાં અમે તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરીને ઘરે મોકલી દઈશું.

ADVERTISEMENT
દવાના મળ્યા પોઝિટિવ રિઝલ્ટ
ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, અમે લેબમાં આ કર્યું તો અમને તેના પોઝિટિવ રિઝલ્ટ મળ્યા. આ દવાથી 12 કલાકમાં દર્દીને રાહત મળી ગઈ અને 48 કલાકમાં તો દર્દી સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયો. ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે જણાવ્યું કે, કોરોના વાયરસના ઈલાજ માટે અમે એન્ટી-ફ્લૂ ડ્રગ ઓસેલ્ટામિવિરને એચઆઈવીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર અને રિટોનાવિર સાથે મિક્સ કરીને નવી દવા બનાવી. આ દવા બહુ જ અસરકારક સાબિત થઈ છે. હવે અમે આ દવાને કારગર બનાવવા માટે લેબમાં પરીક્ષણ કરી રહ્યાં છે.
ADVERTISEMENT

થાઈલેન્ડમાં કોરોના વાયરસના 19 દર્દી ડિટેક્ટ થયા
ADVERTISEMENT
થાઈલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 19 કન્ફર્મ્ડ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 8 દર્દીઓને 14 દિવસમાં ઠીક કરી દેવામાં આવ્યા છે. 11 લોકોનો હજી ઈલાજ ચાલી રહ્યો છે. ડોક્ટર ક્રિએનસાક અતિપૉર્નવાનિચે કહ્યું કે, નવી દવાથી અમે આ દર્દીઓને પણ જલ્દી ઠીક કરી દઈશું.

ADVERTISEMENT
કોરોના વાયરસની પહેલી સફળ દવા
થાઈલેન્ડની સરકારે આ દવાને વધુ અસરકારક અને સચોટ બનાવવા તેની કેન્દ્રિય પ્રયોગશાળામાં મોકલાવી છે. જો આ દવા પ્રયોગશાળાના પરીક્ષણોમાં સફળ થાય છે તો, તેને કોરોના વાયરસની પહેલી સફળ દવા માનવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ