સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર કરે છે. વોટ્સએપમાં ઘણી વખત આપણે વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજને પાછા મેળવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ વોટ્સએપ પર ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવી નથી શકાતા. WhatsApp પર મેસેજ ડિલીટ કરીએ ત્યારે બે ઓપ્શન મળે છે કે ડિલીટ ફોર મી અને ડિલીટ ફોર એવરીવન પરંતુ મેસેજ ડિલીટ કર્યા પછી મેસેજ પાછા નથી મેળવી શકાતા.
અહીં અમે તમને ડિલીટ કરેલા મેસેજ વાંચવાની બે પ્રોસેસ જણાવી રહ્યા છીએ પરંતુ તેમાં કોઇ પ્રકારની ગેરંટી નથી કે તમે તમામ મેસેજ અથવા ડિલીટ કરેલા ખાસ મેસેજને વાંચી જ શકશો પરંતુ ઇમરજન્સીમાં તમે અહીં જણાવેલ પ્રોસેસ એક વખત ટ્રાય તો કરી જ શકો છો.
ડિલીટ કરેલા મેસેજ અથવા ચેટ વાંચવાની પહેલી રીત:
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને Notification History નામની એપ ઇન્સ્ટોલ કરો.
- પછી તમારા ડિવાઇસની સિસ્ટમ સેટિંગ્સ સુધી પહોંચવા માટેની તમામ જરૂરી પરમિશન આપો.
- તમે WhatsApp મેસેજ માટે નોટિફિકેશન લોગમાં મેસેજ સર્ચ કરી શકો છો. અહીં તમારા ફોન પર આવતી તમામ માહિતીઓનો એક લોગ છે.
- તમે લોન્ચર્સ જેવા નોવા લોન્ચર પર અવેલેબલ સેટિંગ્સનો યૂઝ કરી શકો છો. જો કે કેટલાંક જ એન્ડ્રોઇડ ફોન તમને નોટિફિકેશન લોગને ચેક કરવાની પરમિશન આપે છે.
ડિલીટ કરેલા મેસેજ અથવા ચેટ વાંચવાની બીજી રીત:
- આ રીત સેન્ડર માટે યૂઝફુલ સાબિત થઇ શકે છે. આ માટે તમારે WhatsAppની ચેટ બેકઅપને ટર્ન ઓન કરવાની જરૂરિયાત છે.
- WhatsApp રાત્રે બેકઅપની પ્રોસેસ કરતું હોય છે. આથી આ સમય પહેલા તમામ ચેટ લોકલ મેમરીની સાથે સાથે તમને ગૂગલ ડ્રાઇવમાં સેવ કરે છે.
- આથી જો તમને ભૂલથી ચેટ અથવા મેસેજ ડિલીટ કરી દેશો તો તમે ચેટ સ્ટોરેજ ઓપ્શનમાંથી ચેટને રિસ્ટોર કરી શકો છો.
- સૌથી પહેલા પોતાના ફોન પર WhatsApp અનઇન્સ્ટોલ કરો. વોટ્સએપને રિફ્રેશ કરવા માટે તમારે પોતાનો મોબાઇલ નંબર નાંખવો પડશે.
- OTP અને પાસકોડ પછી તમે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો યૂઝ કરી શકો છો.