બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટ / Cricket / Team India will be warmly welcomed at Sayaji Hotel in Rajkot

ક્રિકેટ ફીવર / હાર્દિક પંડ્યાનો રૂમ આવો હશે,દોઢ મિનિટમાં ડાઉનલોડ થશે ફિલ્મ, કઢી ખીચડી જમશે

Priyakant

Last Updated: 11:22 AM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજકોટની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે કરાશે સ્વાગત, ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો માણશે સ્વાદ

  • 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 મેચ
  • ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું આજે કરાશે ઉષ્માભેર સ્વાગત
  • સયાજી હોટલ ખાતે રોકાશે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 
  • શ્રીલંકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં અત્યરથી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આજે એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.

તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ 
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેચના આગલા દિવસે એટલે કે આજે શુક્રવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે. જ્યારે શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. જેમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

હોટેલના તમામ કર્મચારીઓના કરાયા કોવિડ ટેસ્ટ
ચાઈના અને જાપાનમાં ઘાતક રીતે આગળ વધતા કોરોનાને ધ્યાનમાં રાખી સલામતી ના ભાગ રૂપે હોટેલના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાશે જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. 

હોટલમાં ખેલાડીઓ માટે જીમની પણ સુવિધા
તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે. 

રાજકોટમાં અત્યારથી જ જોવા મળી રહ્યો છે ક્રિકેટ ફીવર 
ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યાર રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10 મોં આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ