બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / tcs to hire 40 thousand employees current financial year 2022

મોટી ખુશખબર / TCS માં 40 હજાર, ઈન્ફોસિસમાં 50 હજાર નવી ભરતીનું એલાન: ભારતની IT કંપનીઓમાં 3 લાખ વેકૅન્સી

Pravin

Last Updated: 01:16 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરવા માગતા યુવાનો માટે મોટી ખુશખબર આવી છે. આ નાણાકીય વર્ષમાં લગભગ 3 લાખ જેટલી નોકરીની ભરતી આવવાની છે. જેના માટે યુવાનોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

  • યુવાનો માટે ખુશખબર
  • આ કંપની કરવા જઈ રહી છે મોટી ભરતી
  • 3 લાખ જેટલી નોકરીઓ આવી રહી છે 

ભારતની સૌથી મોટી સોફ્ટવેર સેવાઓ નિકાસકાર Tata Consultancy Services (TCS) આ નાણાકીય વર્ષ 2022-23માં 40 હજાર કર્મચારીઓની ભરતી કરશે. આ કંપનીએ તેના માટે જાહેરાત પણ કરી દીધી છે. કોરોના મહામારીથી દુનિયાભરમાં આર્થિક પડકારોની વચ્ચે ટીસીએસે 2021માં આઈટી ડોમેનમાં 40, 165 કર્મચારીઓની ભરતી કરી હતી.

ટીસીએસ કરશે મોટી ભરતી

ટીસીએસે પોતાના વાર્ષિક પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેણે 31 માર્ચે ખતમ થઈ રહેલા ક્વાર્ટરમાં 35209 ભરતી કરી છે. આ એક ક્વાર્ટરમાં કંપની તરફથી કરવામાં આવેલી સૌથી મોટી ભરતી છે. કંપનીએ નાણાકીય વર્ષ 22માં કેમ્પસમાં એક લાખ ફ્રેશર્સની ભરતી જ્યારે તેનો ટાર્ગેટ 40 હજાર હતો.ટીસીએસે જણાવ્યું છે કે, તેને આવો ટાર્ગેટ  FY23 માટે પણ રાખ્યો છે. 

20 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન કરી નાખો

ટીસીએસમાં હાલમાં કર્મચારીઓની સંખ્યા 5 લાખ 92 હજાર 125 છે. હાલમાં ટીસીએસ એટલસ હાયરિંગ સિરિઝ અંતર્ગત ભરતી કરી રહ્યું છે, જે નાણાકીય વર્ષ 2020, 2021 અને 2022ના એમએસસી અને એમએ સ્નાતકો માટે છે. પસંદગી પામેલા ઉમેદવારોને એક પરીક્ષા અને ઈંટરવ્યૂ પાસ કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન tcs.com પર કરવાની રહેશે અને તે 20 એપ્રિલ સુધીમાં કરવાનું રહેશે.

શાનદાર રહ્યું છે ટીસીએસનું પ્રદર્શન

ટીસીએસના નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો, ગત વર્ષમાં ખૂબ જ સારુ રહ્યું છે. કંપનીની આવક પહેલી વાર માર્ચ 2022માં ચોથી ત્રિમાસિકના અંતમાં 50,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. 

ટીસીએસ ઉપરાંત આ કંપની પણ કરી શકે છે મોટી ભરતીની તૈયારી

ટીસીએસ ઉપરાંત ઈંફોસિસ પણ આ વર્ષે ભરતીની તૈયારી કરી રહ્યું છે. ઈંફોસિસને પણ ગુરૂવારે પોતાના ક્વાર્ટર 4 માટે પરિણામોની જાહેરાત કરી દીધી છે. તેણે માર્ચ 31, 2022માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં 85 હજાર ફ્રેશર્સની ભરતી કરી હતી. કંપની આ વર્ષે પણ 50 હજાર ફ્રેશર્સની ભરતી કરે તેવી આશા છે. 

આ ઉપરાંત વિપ્રો, એચસીએલ, કોગ્નિઝેંટ અને કૈપઝેમિની પણ હજારો લોકોની ભરતી કરશે, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ તમામ આઈટી કંપનીઓ કુલ 3 લાખ ભરતી આ વર્ષે કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ