આજે રાજ્યના મહાનગરોમાં TATની પરીક્ષા લેવાશે. પ્રથમ વાર એવું બન્યુ છે કે આ વખતે 250ના બદલે 200 માર્ક્સનું પેપર આવશે.
તો આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1 લાખ 90 હજાર 150 જેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે. તમને જણાવી દઇયે કે TATનું પરીક્ષા આજે બપોરે બારથી 3 વાગ્યા સુધી યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા ગુજરાતી સહિત હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપી શકાશે. મહત્વની વાત તો એ પણ છે કે પરીક્ષાર્થીઓ પર નિરીક્ષકો સિવાય સીસીટીવીથી પણ વોચ રખાશે.