બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 12:33 PM, 23 February 2022
ADVERTISEMENT
તમિલનાડૂમાં સત્તાધારી ડ્રવિડ મુનેત્ર કષગમ અને તેના સહયોગી દળોએ નગર નિગમની ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. પાર્ટીએ 12,800થી વધારે વોર્ડ સભ્ય પદમાં બે-તૃત્યાંશ પર જીત મેળવી અને રાજ્યામં તમામ 21 નગર નિગમોમાં જીત મેળવી છે. જ્યારે એકલા હાથે ચૂંટણીમાં ઝંપલાવેલા ભાજપે નગર નિગમમાં 22, નગરપાલિકામાં 56 અને નગર પંચાયતોમાં 230 સીટ મેળવી છે. આ કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના દમ પર બહુમત મેળવી શક્યું નથી. જો કે, ભાજપ તેને જીત માનીને ચાલી રહ્યું છે. કારણે પહેલા નગર પાલિકામાં તેની એન્ટ્રી થઈ નહોતી.
ભાજપની ધમાકેદાર એન્ટ્રી
ADVERTISEMENT
શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2012ની સરખામણીએ ભાજપને આ વખતે 0.7 ટકા વોટ વધ્યા છે. 2011માં ભાજપ એકલા હાથે ચૂંટણી લડી હતી. પાર્ટી નગર પંચાયતોમાં 2.2 ટકાની ભાગીદારી હતી. તે 2022માં શહેરી નિગમ ચૂંટણીમાં વધીને 3.01 ટકા થઈ ગયો. નગર પાલિકામાં 2011માં તેની સીટ ભાગીદારી 1 ટકા હતી. હવે તે વધીને 1.45 ટકા થઈ છે. પાર્ટીની સીટો પણ વધી છે. 2011માં 0.5 ટકાથી વધીને 2022માં નિગમ વોર્ડમાં 1.67 ટકા થઈ ગયો, કુલ મળીને 2011માં નિગમો, નગર પાલિકાઓ અને નગર પંચાયતોમાં પાર્ટીની સીટ ભાગીદારી 1.76 ટકા હતી, જે 2022માં વધીને 2.4 ટકા થઈ ગઈ છે.
#LocalBodyElections2022 - #Chennai
— Greater Chennai Corporation (@chennaicorp) February 22, 2022
Result updates! pic.twitter.com/dUqWp4h0G9
2011માં જીતી હતી 272 સીટો
ભાજપે 28 જિલ્લાની નગર પાલિકાઓ અને નગર પંચાયતોમાં પોતાની પહોંચ વધારી છે. તપહેલા ફક્ત કન્યાકુમારી જેવા પરંપરાગત ગઢમાં જ હતી, પાર્ટીએ ઉત્તરી જિલ્લા જેમ કે, અરિયાલુર, કૃષ્ણાગિરી, રાનીપેટ અને વેલ્લોરમાં પણ જીત નોંધાવી છે. તેના ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનમાં પોતાનું ખાતું ઉષા આનંદન સાથે ખોલ્યું છે. ઉષા 134 વોર્ડમાં પોતાના કોંગ્રેસ પ્રતિદ્વંદીને હરાવીને જીતી. ભાજપે 2011ના પોતાના 272ના પ્રદર્શનને પાછળ રાખી દીધું છે.
ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ
ભાજપ આ વખતે નિગમ ચૂંટણીમાં એકલા હાથે મેદાનમાં ઉતરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી પોન રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, આ ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ છે. તમિલનાડૂના રાજકારણમાં એક નવો દ્રષ્ટિકોણથી તેને જોવામાં આવી રહ્યું છે.
પાર્ટીએ 2001ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડીએમકે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. ત્યાર બાદ 2006 અને 2011 બાદ ભાજપે એકલાહાથે ચૂંટણી લડી હતી. જો કે, કોંગ્રેસે ડીએમકેની સાથે વધારે સીટો જીતી અને ત્રીજૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભાજપે એકલા ચૂંટણી લડી અને તેના વિસ્તારમાં એક અથવા બે વોર્ડ જીતી ત્યાં પોતાની હાજરી ઓછી કરી હતી.
હિન્દુત્વની અસર દેખાઈ
પાર્ટી હવે કુડ્ડાલોર, મદુરાઈ, કાંચીપુરમ, હોસુર, તંઝાવુર, ડિંડીગુલ, શિવકાસિયા અને વેલ્લોરમાં પણ જીતનો દાવો કરી રહ્યું છે. નેતાઓનું કહેવું છે કે, પાર્ટી તરફથી આપવામાં આવેલા હિન્દુત્વની લઈને રાજ્યમાં સારી એવી અસર પાડી શક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.