બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Tamil Nadu thanjavur 10 people died due to electrocution during the procession

BIG BREAKING / તમિલનાડુમાં મોટી દુર્ઘટના, મંદિરમાં શોભાયાત્રા દરમ્યાન કરંટ લાગતા 10નાં મોત તો અનેક ઘાયલ

Dhruv

Last Updated: 07:56 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના તંજાવુરમાં મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે.

  • તમિલનાડુમાં તંજાવુરમાં મોટી દુર્ઘટના
  • મંદિરમાં શોભાયાત્રા દરમિયાન ઘટી દુર્ઘટના
  • વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત

તમિલનાડુમાં મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. તમિલનાડુના તંજાવુરમાં મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે જેમાં 2 બાળકો પણ સામેલ છે. અન્ય કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે કે જેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

કોઇ એક ઇલેક્ટ્રિક વાયર કારના સંપર્કમાં આવતા દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ એક ઇલેક્ટ્રિક વાયર કારના સંપર્કમાં આવ્યો હતો જ્યાર બાદ આ દુર્ઘટના ઘટી હતી. જોતજોતામાં જ અનેક લોકો આ કરંટની ઝપેટમાં આવી ગયા ત્યાર બાદ 10 લોકોના મોત સહિત અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવ્યાં છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે કે જેઓને તત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને હાલમાં રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે.

મૃતકોમાં 2 બાળકો પણ સામેલ

મંદિરમાં 94માં અપ્પર ગુરુપૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન આ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. એ જ વખતે અચાનક રસ્તાઓ પર પરંપરાગત રથયાત્રા દરમિયાન ઇલેક્ટ્રિક વાયર એક કારના સંપર્કમાં આવ્યો જ્યાર બાદ વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ