બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Suspicious death of two children in Vorakotda village of Gondal taluka

ચોંકાવનારી ઘટના / માતા-પિતાના છૂટાછેડાના 15 જ દિવસમાં ગોંડલમાં 2 બાળકોના શંકાસ્પદ મોત, પિતા શંકાના દાયરામાં, રોજ બાળકોને દરગાહ જમવા લઇ જતો

Malay

Last Updated: 11:39 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gondal News: ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે માતા-પિતાના છૂટાછેડાના 15 દિવસ બાદ શંકાસ્પદ રીતે 2 બાળકોના મોત, શંકાના આધારે ગોંડલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

  • ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે બે બાળકોના મૃત્યું
  • બંનેને ઉલટી થયા બાદ ખસેડાયા હતા રાજકોટ સિવિલમાં
  • હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ મૃત્યુ થયું
  • સાંજના સમયે દરગાહમાં જમ્યા હતા બાળકો

રાજકોટના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે શંકાસ્પદ રીતે બે બાળકોના મોત થતાં પોલીસ પણ ચોંકી ગઇ છે. વોરાકોટડા ગામે 2 બાળકોને ઉલટી થયા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં બંન્ને બાળકોના મોત થતાં પોલીસે બાળકોના શંકાસ્પદ મોતને લઇને તપાસ હાથ ધરી છે. 

ફાઈલ ફોટો

બાળકોને ખસેડાયા હતા રાજકોટ સિવિલમાં
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા સરકારી આવસમાં રહેતા રાજેશભાઈ મકવાણાના બે દિકરા રોહિત મકવાણા (ઉં.વ 3) અને હરેશ મકવાણા (ઉં.વ 13)ને ઉલટી થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત
બંને બાળકોના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરાશે. સમગ્ર ઘટનામાં બાળકોના પિતા શંકાના ઘેરામાં છે. કારણ કે પોલીસની પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે બંન્ને બાળકોના માતા-પિતાના ફક્ત 15 દિવસ પહેલા છુટાછેડા થયેલા છે. બીજી બાજુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પિતા બંને બાળકોને દરરોજ દરગાહના ન્યાજમાં જમાડવા લઈ જતો હતો. ગતરોજ દરગાહમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. 

મૃતક રોહત અને હરેશ

15 દિવસ અગાઉ જ માતા-પિતાના થયા હતા છૂટાછેડા
ત્યારે માતા-પિતાના છુટાછેડાના 15 દિવસમાં બંન્ને બાળકોના મોત પોલીસ માટે ખૂબ જ શંકાસ્પદ મામલો લાગી રહ્યો છે. જેને લઇને પોલીસે બંન્ને બાળકોના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બાળકોને કોઇ ઝેર આપવામાં આવ્યું છે કે કેમ તેને લઇને વિશેષ રિપોર્ટ માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં 2 બાળકોના શંકાસ્પદ મોતને લઇને સમગ્ર વોરાકોટડા ગામમાં ચકચાક મચી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ