બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Supreme Court declared Imran Khan guilty for toshkhana case

પાકિસ્તાન / ઈમરાન ખાનની પડતી શરુ, હજુ તો જેલમાં ત્યાં બીજા કેસમાં ફસાયા, તોશખાના મામલે આરોપો ઘડાયા

Vaidehi

Last Updated: 05:37 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરાન ખાનની અલ-કાદિર ટ્રસ્ટનાં મામલામાં મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી જેના બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ભડકી ઊઠી છે. હવે સુપ્રીમ કોર્ટ તરફથી ઈમરાનને વધુ એક ઝટકો લાગ્યો છે.

  • ઈમરાન ખાનને વધુ એક ઝટકો
  • SCએ તોશખાના કેસમાં ઈમરાનને દોષી જાહેર કર્યાં
  • 14 દિવસની રિમાન્ડની અરજી પણ કોર્ટે ફગાવી
  • પાકિસ્તાનમાં હિંસાને લીધે 4 લોકોનું મોત

ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટથી વધુ એક ઝટકો લાગ્યો છે. ધરપકડ પર રોકની માંગ કરતી અરજી SC ફગાવી છે. પાકિસ્તાન મીડિયાની રિપોર્ટ અનુસાર અલ-કાદિર ટ્રસ્ટ મામલામાં PTI પ્રમુખ ઈમરાન ખાનની 14 દિવસની રિમાન્ડની માંગવાળી NABની અરજી પર કોર્ટે ઈમરાનને 8 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે.

તોશખાના કેસમાં ઈમરાન દોષી કરાર
ઈમરાન ખાનને કોર્ટથી વધુ એક ઝટકો લાગ્યો છે. તોશખાના કેસ માટે પણ ઈમરાન ખાનને દોષી કરાર કરવામાં આવ્યું છે. ઈમરાન ખાન પર લાગેલા આરોપ પૂરવાર થઈ ગયાં છે. ટૂંક સમયમાં કોર્ટ તરફથી આ ગુના બદલ સજા સંભળાવવામાં આવશે.

પાકિસ્તાનમાં ફેલાયલી હિંસામાં 4 લોકોનું મોત
પાકિસ્તાની પત્રકાર ઈફ્તિખાર ફિરદોસે જણાવ્યું કે પેશાવરમાં 4 લોકોનું મોત થયું છે જ્યારે 27 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. તેમણે જણાવ્યું કે શવ અને ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. પત્રકારે જણાવ્યું કે પેશાવરની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આશરે 30 લોકોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

AK-47થી ગોળીબારી
માહિતી અનુસાર પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ થઈ છે જેમાં 4 લોકોનું મોત નિપજ્યું છે. માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ AK-47થી ગોળીબારી કરતાં નજરે પડ્યાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ