Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સિદ્ઘિ / બોલિવુડની આ HOT એક્ટ્રેસે PM મોદીને છોડ્યા પાછળ, આવી સૌથી ટોપ પોઝિશન પર

બોલિવુડની આ HOT એક્ટ્રેસે PM મોદીને છોડ્યા પાછળ, આવી સૌથી ટોપ પોઝિશન પર

ફિલ્મ એક્ટ્રેસ સની લિયોની ફરી એક વખત ચર્ચામાં છે. ઓગસ્ટ 2019 સુધી ગૂગલ સર્ચના સર્વેમાં સની લિયોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે. સની લિયોની ટોપ પોઝિશન પર છે. 

ગૂગલ ટ્રેન્ડ્સ એનાલિટિક્સના જણાવ્યા અનુસાર, સની વિશે સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યુ છે, પછી તેના ફોટોઝ હોય કે વીડિયોઝ.. આ સિવાય સની લિયોનીની બાયોપિક વિશે પણ સર્ચ કરવામાં આવ્યુ છે. સની સાથે જોડાયેલા સર્ચ ટ્રેન્ડ્ર્સ પ્રમાણે, પૂર્વોત્તરમાં રાજ્યો જેમ કે મણિપુર અને આસામમાંથી તેને સૌથી વધારે સર્ચ કરાઇ. 

ગૂગલ પર સૌથી વધારે સર્ચ થનારી યાદીમાં ટોપ પર સ્થાન મળતા સની લિયોનીએ પ્રતિક્રિયા આપી હતી. ''મારી ટીમે જ્યારે મને આ અંગે માહિતી આપી હું ખુશ છું. અને હું તેનો શ્રેય મારા ફેન્સને આપવા માંગુ છુ, જે હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે આ એક સારી ભાવના છે.''

 

 

આ સિવાય સનીએ ગૂગલ સર્ચમાં ટોપ પર આવતા મીડિયાથી મળેલા કવરેજ પર એક્ટ્રેસના પતિ ડેનિયલ વેબરે પણ રિએક્શન આપ્યુ છે. જેમાં તેણે લખ્યુ છે કે, '' નહી...નહી.. ક્લાયમેટ ચેન્જ અને પાણીની તંગીએ દેશનો સૌથી મહત્વનો મુદ્દો છે.'' વાસ્તવમાં આ કવરેજમાં લખ્યુ હતુ કે, ભારતમાં પાણીની તંગી અને ક્લાયમેટ ચેન્જ જેવા મુદ્દાઓથી વધારે સની લિયોનીને લઇને ઓબ્સેસ છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતમાં સૌથી વધુ વખત સર્ચ થયેલા વ્યકિતમાં સની લિયોની પહેલા સ્થાન પર જ હતી. સની લિયોની પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી, જોકે સની લિયોનીએ સલમાન ખાન દ્વારા હોસ્ટ થતા રિયાલિટી શો 'બિગ બૉસ' થી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. જે પછી તેણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. સનીએ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ 2'થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ. આ સિવાય તેણે જેકપોટ, રાગિની SMS 2, એક પહેલી લીલા અને તેરા ઇન્તઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ. આ સાથે જ સનીએ ઘણી ફિલ્મોની ડાન્સ નંબર પણ કર્યા.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ