બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Sunil Jakhar could be the CM of Punjab close to Rahul Gandhi

ગુજરાતવાળી? / રાહુલ ગાંધીના નજીકના આ દિગ્ગજ નેતા બની શકે છે પંજાબના CM, નવજોત સિદ્ધુ પર દાવ નહીં ખેલે કોંગ્રેસ?

Vishnu

Last Updated: 11:56 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં 'કેપ્ટન' અડધી પીચે આઉટ થતાં કોંગ્રેસ આ ધુરંધરને CM તરીકે ઉતારશે..

  • પંજાબમાં ગુજરાત વાળી
  • કોંગ્રેસે પંજાબના 'કેપ્ટન'ને બદલ્યા
  • રાહુલ ગાંધીના નજીકના સુનીલ જાખડ સીએમ રેસમાં આગળ

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સુનીલ જાખડને નવા મુખ્યમંત્રી બનાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ઉપરાંત કોંગ્રેસ પંજાબમાં બે ડેપ્યુટી સીએમ પણ બનાવવા જઈ રહી છે. ડેપ્યુટી સીએમ દલિત સમુદાયમાંથી હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ રેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રાજકુમાર વરકાના નામ આગળ છે.જ્યારે ડેપ્યુટી સીએમ શીખ સમુદાયમાંથી હશે, નવજોત સિંહ સિદ્ધુના નજીકના સહયોગી અને કેપ્ટન સામે બળવોનું રણશિંગુ ઉઠાવનાર ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આ માટે આગળ વધી રહ્યું છે.

કોંગ્રેસ નવજોત સિંહ પર દાવ ખેલી નહીં ખેલે: સૂત્ર
નવજોત સિંહ જ્યારથી કોંગ્રેસમાં આવ્યાં છે ત્યારથી તેમની અમરિન્દર સાથેની લડાઈ ચાલી રહી છે. પણ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ચહેરો હવે કેપ્ટન અમરિંદર સિંહના સ્થાને મુખ્યમંત્રી પદ પર બેસશે, તેમના નેતૃત્વમાં 2022 વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે નહીં. કોંગ્રેસ પાર્ટી નવજોત સિંહ સિદ્ધુને સીએમ તરીકે આગળ વધારવા માંગતી નથી કે ચૂંટણી પહેલા સિદ્ધુ પોતે સીએમ બનવા માંગતી નથી. પાર્ટી અને સિદ્ધુ નથી ઈચ્છતા કે સિદ્ધુ પર આરોપ લગાવવામાં આવે કે તેના કારણે કેપ્ટન અમરિંદર સિંહે પદ છોડવું પડ્યું. સિદ્ધુને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી પહેલાથી આપી દેવાઈ છે ત્યારે તેમના સીએમ બનાવવા ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે.

કુલજીત સિંહ નાગરા પર પણ નજર
આવતીકાલે સવારે 11 વાગ્યે મળનારી ધારાસભ્ય દળની બેઠકમા નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. હાલના તબક્કે નવા મુખ્યમંત્રી તરીકે 3 નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ અને કુલજિત સિંહ નાગરા સામેલ છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ ફતેહગઢ સાહેબના ધારાસભ્ય કુલજીત સિંહ નાગરાને મુખ્યમંત્રી પદે બેસાડે તો નવાઈ નહીં. પંજાબ કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરિન્દરનું રાજીનામું માંગી લીધું છે અને સુનીલ જાખડને સીએમ બનાવવાનું હાઈકમાન્ડે નક્કી કર્યુંમ છે.હાલમાં તો પંજાબ કોંગ્રેસના સિનિયર નેતા સુનીલ જાખડ મુખ્યમંત્રી તરીકેની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ