બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / success story farmer left army job and started tomato farming

બિઝનેસ આઇડિયા / આર્મીની જૉબ છોડી આ શખ્સે એવી તે શું ખેતી કરી, કે આજે કમાય છે લાખોમાં

Arohi

Last Updated: 03:47 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Success Story: ખેડૂત અરૂણ વર્માએ જણાવ્યું કે નોકરીના સમયે જ્યારે ઘરની યાદ આવતી હતી તો પિતાની સાથે પરિવારના લોકોનું દ્રશ્ય ખેતરમાં કામ કરતા દેખાતું હતું. ત્યાં જ જ્યારે તે નોકરીથી રજા પર આવતા હતા તો પોતાની પૈતૃક ભૂમિ પર પિતાની સાથે ખેતીમાં મદદ કરતા હતા.

  • આર્મીની નોકરી છોડી કરી ખેતી 
  • ખેતીથી થાય છે લાખોની આવક 
  • જાણો આ શખ્સે ખેતીમાં શું આઈડિયા કર્યો 

થોડા મહિનાઓ પહેલા ટામેટાના ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા હતા. એવામાં ઘણા ખેડૂતો બીજા પાકને છોડીને ટામેટાની ખેતી કરવા લાગે છે. એવા જ એક ખેડૂત છે અરૂણ વર્મા જે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના નિવાસી છે. તે ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે ખેતીની તરફ રસ બતાવતા 2001માં ભારતીય સેનાની નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો અને ગામમાં પરત ફરી ખેતી કરવા લાગ્યા. 

તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે શરૂમાં ઘઉં, ધાન, વગેરે જેવા પાકની ખેતી કરી પરંતુ તેમને મહેનત જેવું ફળ ન મળ્યું. પછી તેમણે આધુનિક ટેકનીકથી ટામેટાની ખેતી કરી અને હવે લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. આવો જાણીએ અરૂણની સફળતાની સ્ટોરી. 

નવી ટેક્નીકથી ખેતી 
ખેડૂત અરૂણ વર્માએ જણાવ્યું કે નોકરીના સમયે જ્યારે ઘરની યાદ આવતી હતી તો પિતાની સાથે પરિવારના લોકોનું દ્રશ્ય ખેતરમાં કામ કરતા દેખાતું હતું. ત્યાં જ જ્યારે તે નોકરીથી રજા પર આવતા હતા તો પોતાની પૈતૃક ભૂમિ પર પિતાની સાથે ખેતીમાં મદદ કરતા હતા. 

સાથે જ તેમણે જણાવ્યું કે નોકરી છોડ્યા બાદ તેમણે આખા દેશમાં જે ખેલીની ટેક્નીક જોઈ હતી તેને પુરી કરવા માટે દિવસ રાત ખેતરમાં મહેનત કરવા લાગ્યા. જ્યારે પરિણામ સારા ન મળ્યા તો તેમણે ફરી ખેતી છોડી દીધી. 

કેળાની ખેતીમાં નફો 
અરૂણ વર્ષ 2008-09માં બાગાયતી અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ, ફતેહપુરના સંપર્કમાં આવ્યા અને વિભાગના અધિકારીઓ દ્વાકા જણાવેલી ટેક્નીકથી 01 હેક્ટર ખેતીમાં ટિશૂ કલ્ચર કેળાની નૈન પ્રજાતિની ખેતી શરૂ કરી. 

ખેતી સારી રીતે ચાલી રહી હતી. કેળાની ધાર તૈયાર થઈ પરંતુ 15 20 દિવસની અંદર જ નીલગાયના આતંકે તેમના પાકને નષ્ટ કરી દીધો. તેમાંથી ફક્ત 20થી 30 હજાર રૂપિયાની જ કમાણી થઈ. 

ટામેટાની ખેતીથી સારો નફો 
ખેડૂત અરૂણ વર્માએ જણાવ્યું કે કેળામાં વધારે ફાયદો ન થયા બાદ તેમણે કેળાને છોડી ટામેટાની ખેતી કરવાનું વિચાર્યું. વર્ષ 2010માં એક વીધામાં ટામેટાની ખેતી કરી તેનાથી તેમને લગભગ 27000 રૂપિયાની આવક પાંચ મહિનામાં પ્રાપ્ત થઈ. આ ફાયદાને જોતા અરૂણે વિચાર્યું કે આખા ખેતરમાં જ ધાન, સરસવ અને ટામેટાનો પાક લગાવવો જોઈએ. આમ કરવા પર તેમને એક વર્ષમાં લગભગ 200000 રૂપિયાનો લાભ થયો. 

વધુ વાંચો: વર્ચ્યુઅલ ATM, જેમાં કાર્ડ વિના જ પૈસા ઉપાડી શકાશે, આખરે કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી

ત્યાં જ થોડા મહિનાઓ પહેલા ટામેટાના વધતા ભાવ અને સારી આવકને જોતા ખેડૂત અરૂણે ટામેટા ઉગાડ્યા જેમાં તેમને અનુમાન થઈ ગયો છે કે જો પ્રતિ કિલોના દરથી બજાર ભાવના અનુસાર પાક વેચાય છે તો તેનાથી લગભગ 25 લાખ રૂપિયા સુધીનું વેચાણ થવું સંભવ છે. હાલાં ટામેટાની ખેતી વધારે કરવાથી સારી કિંમત મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ