બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / student was stopped entering college because she put sindur

વિવાદ / હિજાબ બાદ હવે સિંદૂર પર થઇ બબાલ ! છાત્રાને કોલેજના દરવાજે અટકાવાતા છંછેડાયો વિવાદનો મધપૂડો

Khevna

Last Updated: 03:49 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં શુક્રવારે માથા પર સિંદૂર લગાવીને એક છાત્રાને કોલેજ પરિસરમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવી તથા સાથે જ તેને સિંદૂર હટાવવાનું કહેવામાં આવ્યું. જાણો વિગતવાર

  • હિજાબ બાદ હવે સિંદૂર પર બબાલ 
  • છાત્રાને કોલેજના ગેટ પર જ રોકવામાં આવી 
  • સિંદૂર સમસ્યા પેદા કરી શકે છે

કર્ણાટકની ઘટના 

કર્ણાટકના વિજયપુરા શહેરમાં શુક્રવારે માથા પર સિંદૂર લગાવીને એક છાત્રાને કોલેજ પરિસરમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવી તથા સાથે જ તેને સિંદૂર હટાવવાનું કહેવામાં આવ્યું. 

છાત્રાને ગેટ પર જ રોકવામાં આવી 

કોલેજના અધ્યાપકોએ તેને ગેટ પર જ રોકીને કોલેજમાં પ્રવેશ કરતા પહેલા સિંદૂર હટાવવા કહ્યું. છાત્રાને કહેવામાં આવ્યું કે માથા પર પ્રથાગત સિંદૂર લગાવીને કોલેજ આવવું હિજાબ તથા ભગવા શાલની જેમ સમસ્યા પેદા કરી શકે છે. 

રાજ્યમાં હિજાબ વિવાદને ધ્યાનમાં રાખતા કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના અંતરિમ આદેશ તથા રાજ્ય સરકારના આદેશ અનુસાર, હિજાબ તથા ભગવા શાલના ઉપયોગને પ્રતિબંધિત કરાયો છે. જોકે, આ આદેશોમાં સિંદૂરની મનાઈ નથી. 

ઉચ્ચ ન્યાયાલયમાં રાજ્ય સરકારના આદેશને ચુનોતી દેવાવાળી મુસ્લિમ છાત્રાઓના વકીલોએ સુનાવણી દરમિયાન તર્ક આપ્યું હતું કે હિજાબ પહેરવો એક ધાર્મિક પ્રથા છે, જેમ કે માથા પર સિંદૂર લગાવવું, બંગડી પહેરવી. સિખો દ્વારા પાઘડી તથા રુદ્રાક્ષ પહેરવું વગેરે ધાર્મિક પ્રથાનો જ હિસ્સો છે. 

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની એક સ્કૂલ દ્વારા મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરવાની ના પાડવામાં આવી હતી. જેનો તેમણે વિરોધ કર્યો સાથેજ તેમણે આ મુદ્દે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરી હતી. પરંતુ હિજાબના વિરોધમાં અમુક લોકોએ ભગવા અને શોલ પહેરવાનું શરૂ કર્યું જેના કારણે વિવાદ વધુ વકર્યો અને મામલો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો. 

અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ધાર્મિક વસ્ત્રો પર પ્રતિબંધ 

કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી યથાવત રાખવામાં આવી છે. અંતિમ નિર્ણય ન આવે ત્યા સુધી હિજાબ અને ભગવા તેમજ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેમ છતા ઘણી બધી જગ્યાએ રાજ્યમાં હિજાબના સમર્થનમાં ધરણા પ્રદર્શન જેવી ઘટનાઓ સામે આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ