story cannot tolerate softness in rafale deal india fines dassault for delay in offset
BIG NEWS /
રાફેલ ડીલમાં મોડુ નહીં ચલવી લેવાય, ભારતે આ કારણોસર દસોલ્ટને ફટકાર્યો દંડ
Team VTV11:47 AM, 22 Dec 21
| Updated: 11:50 AM, 22 Dec 21
ભારતમાં 36 ફ્રાન્સીસી રાફેલ લડાકુ વિમાનો માટે 7.8 અરબ યુરોની ડીલ ઓફસેટ પ્રતિબદ્ધતાઓને પુરી કરવામાં મોડું થતા દંડ ફટકાર્યો છે.
મોટી કંપનીઓ પર લગામ કસવા માટે નવી નીતિઓ હેઠળ આ કાર્યવાહી કરાયી
કેગની રિપોર્ટમાં પણ ટીકા કરી હતી
ઓફસેટ જવાબદારી નિભાવવાથી ચૂક્યા બાદ દંડ લગાવ્યો
મોટી કંપનીઓ પર લગામ કસવા માટે નવી નીતિઓ હેઠળ આ કાર્યવાહી કરાયી
ડિફોલ્ટ આયુધની મોટી કંપનીઓ પર લગામ કસવા માટે નવી નીતિઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય રક્ષા સૂત્રોએ મંગળવારે કહ્યું કે મિસાઈલ નિર્માતા એમબીડીએને દંડ ફટકાર્યો છે જે દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રાફેલ જેટ માટે હથિયાર પેરેજ આપૂર્તિકર્તા છે.
ઓફસેટ જવાબદારી નિભાવવાથી ચૂક્યા બાદ દંડ લગાવ્યો
ભારતે ફ્રાન્સની સાથે સમજૂતિ અને હથિયારો માટે આપૂર્તિ પ્રોટોકોલ ઉપરાંત દસોલ્ટના સાથે મોટા ઓફસેટ અનુબંધ અને પોતાના સહયોગી એમબીડીએની સાથે એક નાનો એગ્રીમેન્ટ પણ કર્યો હતો. ડીલ અંતર્ગત એગ્રીમેન્ટ મૂલ્ય 50 ટકા (લગભગ 30,000 કરોડ રુપિયા) ભારતના ઓફસેટ અથવા પુનઃ નિવેશના રુપમાં પાછો ગિરવી રાખવો પડશે. એક સૂત્રનું કહેવું છે કે એમબીડીએ પર સપ્ટેમ્બર 2019 સપ્ટેમ્બર 2020ની પહેલા લાગૂ વર્ષ માટે પોતાના ઓફસેટ જવાબદારી નિભાવવાથી ચૂક્યા બાદ દંડ લગાવ્યો છે.
કેગની રિપોર્ટમાં પણ ટીકા કરી હતી
સીએજીની એક રિપોર્ટમાં આ તથ્યની આલોચના કરી હતી કે રાફેલ ડીલમાં ઓફસેટના અઘિકતમ નિર્વહન- એમબીડીએ દ્વારા 57 ટકા અને ધસોલ્ટ દ્વારા 58 ટકા ફક્ત સાત વર્ષ માટે નિર્ધારિત છે. કોઈ વિશેષ વર્ષમાં ઓફસેટના નિર્વહનમાં 5 ટકાની અછતના દંડના રુપમાં એકત્રિત કરવામાં આવી છે. એમજીબીએ પર લાગેલો દંડ કથિત રીતે 10 લાખ યુરોથી ઓછો છે. સૂત્રોનું કહેવું છે કે આ મામલાની ફરીથી તપાસ કરવામાં આવશે. જો કે એમબીડીએને દંડનો ચૂકવણી કરી દેવામાં આવી છે. પરંતુ તેને રક્ષા મંત્રાલયની પાસે વિરોધ નોંધાવ્યો છે.
વિદેશી આયુધ કંપનીની વિરુદ્ધ રક્ષા મંત્રાલય કડક
રક્ષા મંત્રાલય ઓફસેટ જવાબદારીને પુરી કરવામાં સફળતા માટે વિદેશી આયુધની કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં લગભગ એક ડર્ઝન અમેકિન, ફ્રાન્સીસી, રશિયન અને ઈઝરાયલી ફર્મોને ઓબ્ઝર્વેશન યાદીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારથી તે કંપનીઓમાં ચારથી 5 જેમાં એમબીડીએ પણ શામેલ છે. ઓબ્જર્વેશન યાદીમાંતી બહાર થવા માટે દંડની ચૂકવણી કરવાની રહેશે. રક્ષા મંત્રાલયે ચૂકનારી કંપનીઓને ચેતવણી જારી કરી છે કે તેમનું હાજર પ્રદર્શન બેંક ગેરન્ટીને જબ્ત કરી શકાય છે અથવા તેમના નિર્ધારિત ચૂકવણીમાંથી કાપ મુકી શકાય છે.