Stock market is falling from 2 days sensex fell to 700 days nifty also fell
STOCK MARKET /
માર્કેટ કકડભૂસ: આજે સતત બીજા દિવસે સેન્સેક્સ ધરાશાયી, 700 પોઈન્ટના ઘટાડા સાથે 58 હજારથી નીચે
Team VTV10:18 AM, 23 Nov 21
| Updated: 10:26 AM, 23 Nov 21
આજે સતત બીજા દિવસે સેન્સેક્સ ઘટ્યો હતો. ગઈ કાલે એક સમયે 1000 પોઈન્ટ સુધી ઘટયા બાદ આજે પણ ઘટાડો થવાથી સેન્સેક્સ 58000 થી નીચે પહોંચી ગયો છે.
આજે ફરી સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો
ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે
ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ શેરબજારની શરૂઆત નબળી રહી હતી.
બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સના ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ 700થી વધુ પોઈન્ટ તૂટયા હતા.
ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે
આ ઘટાડાને કારણે ત્રણ મહિના બાદ સેન્સેક્સ 58 હજારના સ્તરે આવી ગયો છે.
આ સાથે NSE નો નિફ્ટી પણ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, સોમવારે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 1170 પોઈન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
દિવાળી સહિત તહેવારોમાં સતત સારો ચાલી રહેલો સેન્સેક્સ હવે બે જ દિવસમાં એટલો ગગડ્યો હતો કે છેલ્લા સાત મહિનામાં બજારમાં આ સૌથી મોટો ઘટાડો હતો
ગઈકાલે અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી.
BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો, જ્યારે NSE નો નિફ્ટી પણ નબળો ખુલ્યો હતો.