બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Statement of Jagdish Thakor after Hardik Patel statement on Gujarat Congress

ખરી-ખોટી / હાર્દિકના વાર પર જગદીશ ઠાકોરનો પલટવાર, એક એક આરોપ પર જુઓ શું આપ્યો તમતમતો જવાબ

Vishnu

Last Updated: 12:53 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ જો કોંગ્રેસમાં રહે તો જેલમાં જાય અને જો ક્યાંક કોઈના શરણમાં જઈએ તો દેશભક્ત બની જવાય એટલે આવો નિર્ણય લીધો છે'

  • હાર્દિકના કોંગ્રેસ પર આક્ષેપ મુદ્દે જગદીશ ઠાકોરનો વળતો પ્રહાર
  • હાર્દિકના તમામ આક્ષેપ ખોટા-જગદીશ ઠાકોર
  • જેલમાં જવાથી બચવા માટે હાર્દિકે કોંગ્રેસ છોડ્યું- ઠાકોર

હાર્દિક પટેલના કોંગ્રેસ પર આક્ષેપ કરવા મુદ્દે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિકના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હાર્દિકના જવાથી સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય પાર્ટી છોડશે નહીં. વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. જેથી પાટીદાર નેતા હાર્દિક પટેલને જવાબ આપશે.

કાર્યકર યુવાનો પાસેથી કોંગ્રેસે 5 કરોડ પડાવ્યા: હાર્દિક પટેલ
યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે જ્યારે તેનો કાર્યક્રમ હોય ત્યારે યૂથ કોંગ્રેસને એક પણ રૂપિયો આપ્યો નથી. માત્ર રૂપિયા ભેગા કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. તે સાથે હમણાં રાહુલ ગાંધીએ દાહોદમાં કરેલી આદિવાસી યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દાહોદની કોંગ્રેસની સભાની અંદર 25 હજારની જનમેદની હતી પણ 70 હજારના પૈસા લીધા હતા. આમ આ પ્રકારના ગંભીર આરોપો કરી કોંગ્રેસની કાર્યશૈલીની પોલ ખૂલી કરી હતી. 

પાર્ટીના બંધારણ મુજબ યૂથ કોંગ્રેસની ચૂંટણી થઈ: જગદીશ ઠાકોર
પાર્ટીના બંધારણ મુજબ કામ થાય છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી પાર્ટીની કાર્યપધ્ધતીથી થઈ જેમ દરેક વર્ષોએ થાય છે. હાર્દિકભાઈ એવું ઈચ્છતા હતા કે યૂથ કોંગ્રેસથી માંડી મહિલા મોરચા અને કોંગ્રસના અન્ય પદોમાં પણ પોતાના માણસો બેસાડવામાં આવે. રૂપિયા ભેગા કરવાની વાતો પાયા વિહોણી

ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકર્તા અને ધારાસભ્યો નારાજ: હાર્દિક પટેલ
કોંગ્રેસમાં દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. માત્ર 7-8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પર રાજ કરે છે. ગુજરાતમાં એવા અસંખ્ય ધારાસભ્ય એવા છે, માત્ર ને માત્ર કોંગ્રેસ તેમનો દુરુપયોગ થાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે ચીમન ભાઈને આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા આ વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યા.

ઘણા MLAને હાર્દિકે કોંગ્રેસ છોડવા ફોન કર્યા પણ..: જગદીશ ઠાકોર
હાર્દિક પટેલ સામે રાજદ્રોહને કેસ ચાલતા હતા. જેથી હાર્દિક જેલમાં જવાથી બચવા પ્રયાસ કરતો હતો. હાર્દિકે કોંગ્રેસ છોડવા સમયે અનેક ધારાસભ્યોને ફોન કરીને સાથે ચાલવા કહ્યું હતું, પરંતુ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય તેમની સાથે ગયા નથી. 

નરેશ પટેલ સાથે માત્ર 12 મિનિટની ચર્ચા: હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, આજે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા, અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા?

નરેશ પટેલ સાથે માત્ર ચા પાણીનો કાર્યક્રમ હતો: જગદીશ ઠાકોર
સાથે જ જગદીશ ઠાકોરે નરેશ પટેલ મુદ્દે મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઇને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યારે તેમની સાથ માત્ર ચા પાણી કરવાનો કાર્યક્રમ હતો.

હાર્દિક પટેલને કોંગ્રેસે શુ આપ્યું તેનો ગુજરાત કોંગ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો

  • -કોંગ્રેસે હાર્દિકને ઉંમર, અનુભવ અને અપેક્ષા કરતા વધારે આપતા કોઈપણ અનુભવ વગર કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. 
  • -2019 થી હાર્દિક તમામ ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક રહ્યા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ-પ્રભારી મોટરકાર માં પ્રચાર કરતા હતા ત્યારે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું હતું.
  • -સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્દિકના કહ્યા પ્રમાણે ટિકિટો અપાઈ હતી.વિરમગામ વિધાનસભા માં આવતી ત્રણ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો હાર્દિકના કહ્યા પ્રમાણે અપાઈ.એમાંથી હાર્દિક એકપણ બેઠક જીતાડી શક્યા ના હતા.આ સિવાય મોરબી વિધાનસભા બાય ઇલેક્શનમાં જવાબદારી અપાઈ પણ પરિણામ ના મળ્યું.
  • -કાર્યકારી પ્રમુખની કેબિનમાં  અત્યારસુધી પ્રવેશ સુધ્ધા ના કર્યો.કોંગ્રેસના તમામ અભિયાન લોન્ચિંગ માં માત્ર ફોટોગ્રાફી માટે જ હાજર રહેતા.અભિયાનને જમીની સ્તર પર લઈ જવા મહેનત નહોતા કરતા 
  • - દરેક રાજકીય પાર્ટીઓ પ્રયત્ન કરતી હોય છે કે તેના મોટા નેતા સાથે એમનો સમાજ પણ પાર્ટી સાથે જોડાય.2019 માં હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ પાટીદારોને કોંગ્રેસ સાથે જોડાવા પ્રયત્નશીલ ના રહ્યા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ