State Government Cabinet meeting chaired by CM Bhupendra Patel at Gandhinagar
ગાંધીનગર /
CMના અધ્યક્ષસ્થાને મહત્વની કેબિનેટ બેઠક: કમોસમી માવઠાથી થયેલા નુકસાનથી લઇને ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા
Team VTV07:54 AM, 15 Mar 23
| Updated: 07:58 AM, 15 Mar 23
આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે.
આજે સરકારની કેબિનેટ બેઠક
વિવિધ મુદ્દે કરવામાં આવશે ચર્ચા
કમોસમી વરસાદના નુકસાનની થશે સમીક્ષા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા થશે. આ ઉપરાંત ઉનાળુ પાકો માટે જરૂરી પાણીની વ્યવસ્થા સંદર્ભે પણ ચર્ચા થશે. સાથે કમોસમી વરસાદ અને તેના નુકસાનના અહેવાલ પર સમીક્ષા કરવામાં આવશે.
નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરાશે
આજે સવારે 10 વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનથી લઇને રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
પાવાગઢ શ્રીફળ વિવાદ પર થઈ શકે છે ચર્ચા
આ બેઠકમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ અથવા તો એવી કોઈ ઘટના ન બને તે માટેની સાવચેતી કમોસમી વરસાદ અને પાવાગઢ મંદિરમાં શ્રીફળ વિવાદ અંગે પણ ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે, પાવગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ફોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ આજુબાજુના વેપારીઓને પણ છોલાલા શ્રીફળ ન વેચવાની સૂચના અપાઈ છે. આ નિર્ણય મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
H3N2 વાયરસની સ્થિતિ અંગે કરાશે ચર્ચા
સાથે જ રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષીય મહિલાનું H3N2ને કારણે મોત નીપજ્યું છે. ત્યારે કેબિનેટની બેઠકમાં H3N2 વાયરસની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
H3N2ને કારણે સારવાર દરમિયાન મોત
રાજ્યમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. જ્યારે H3N2ના 3 જેટલા કેસ છે. જેમા H3N2 વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત થયું છે. વડોદરાના ફતેગંજ વિસ્તારના 58 વર્ષિય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મહિલાની SSG હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલતી હતી. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.