આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેની માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ છે. આ બિઝનેસ સ્મોલ સ્કેલ પર ટી-શર્ટ પ્રિન્ટિંગનો છે. અત્યારે આની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. બર્થડે હોય કે પછી કોઈ ખાસ અવસર અત્યારે લોકો પોતાના મિત્રો અને પ્રિયજનોને આ પ્રકારની ગિફ્ટ આપવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય સ્કૂલ, કંપનીઓ અને બિઝનેસ ઓર્ગેનાઈઝેશનમાં ઘણાં પ્રોગ્રામમાં કસ્ટમાઈઝ્ડ ટી શર્ટ પ્રિન્ટ કરવામાં આવે છે. એટલે આ બિઝનેસમાં ઘણી સંભાવનાઓ છે. તો ચાલો જાણીએ તેના વિશે.
માત્ર 50 હજાર રૂપિયામાં દર મહિને કમાવો 30થી 40 હજાર રૂપિયા
આની માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ છે
આ બિઝનેસમાં ઘણી સંભાવનાઓ છે
50-70 હજાર રૂપિયામાં શરૂ કરો તમારો બિઝનેસ
ખાસ વાત એ છે કે, આ વ્યવસાય ઘરે જ ઓછી મૂડી સાથે શરૂ કરી શકાય છે. તમે ફક્ત 50 હજારથી 70 હજાર રૂપિયાના રોકાણ સાથે ટી-શર્ટ પ્રિન્ટિંગનો બિઝનેસ શરૂ કરી શકો છે. આ રોકાણથી તમે મહિનામાં 30થી 40 હજાર રૂપિયા કમાઈ શકો છો. જો તમે આ બિઝનેસમાં સફળ થઇ જાવ તો તમે તમારા રોકાણમાં વધારો કરીને બિઝનેસને એક્સપાન્ડ કરી શકો છો. આ પછી તમારી આવક પણ લાખો રૂપિયાથી કરોડો રૂપિયા સુધી થઇ શકે છે.
સ્મોલ સ્કેલ બિઝનેસ અને ફાયદો મોટો
નિષ્ણાતો મુજબ કપડાની સામાન્ય પ્રિંટિંગ મશીન 50 હજાર રૂપિયામાં આવે છે અને તેનાથી કામ શરૂ કરી શકાય છે. પ્રિંટિંગ માટે લેવામાં આવતી સામાન્ય ગુણવત્તાવાળી સફેદ ટીશર્ટની કિંમત આશરે 120 રૂપિચા હોય છે, તેની પર કરવામાં આવતી પ્રિન્ટિંગની કિંમત 1થી 10 રૂપિયાની વચ્ચે આવે છે, જ્યારે તમે તેને ઓછામાં ઓછી 250થી 300 રૂપિયામાં વેચી શકો છો. આ રીતે જો તમે મિડલ મેનને વચ્ચે ન રાખીને ડાયરેક્ટ સેલિંગ કરો તો તમને એક ટી શર્ટ પર ઓછામાં ઓછો 50 ટકા નફો આપી શકે છે. ખાસ વાત એ છે કે, આનું વેચાણ તમે જાતે પણ કરી શકો છો.
ઓનલાઈન વેચાણ છે સરળ
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. બિઝનેસની માર્કેટિંગ માટે આ એક ખૂબ જ સારો વિકલ્પ બની ગયો છે. આ માધ્યમ ઓછો ખર્ચીલો છે અને બસ તમારે એક બ્રાન્ડ બનાવીને અથવા તો તમે કોઈ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ તેને વેચી શકો છો. તમે તમારા વ્યવસાયનો વ્યાપ વધારી શકો છો. વ્યવસાયના ગ્રોથ દરમિયાન તમે મોંઘા મશીનનો ઉપયોગ પણ કરી શકો છો, જે સારી ગુણવત્તાની સાથે ઓછાં સમયમાં વધારે સંખ્યામાં ટી-શર્ટ પ્રિન્ટ કરી શકે છે. સૌથી સસ્તી મશીન મેન્યુઅલ છે. 1 મિનિટમાં તમે એક ટી-શર્ટ તૈયાર કરી શકો છો.