બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ST bus accident occurred on Dakor-Kapadwanj road
Malay
Last Updated: 04:16 PM, 28 September 2022
ADVERTISEMENT
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં એસટી બસનો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, એસટી બસ ઝઘડિયાથી અંબાજી તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડાકોર-કપડવંજ રોડ ઉપર લાભપુરા પાસે એસટી બસની વચ્ચે ઢોર આવી જતા બસ પલટી મારી ગઈ હતી.
ADVERTISEMENT
6 જેટલા મુસાફરોને ઈજા
પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયાથી અંબાજી તરફ જતી એસટી બસમાં 40 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
રાહદારીઓ દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
બગસરા ડેપોની બસનો સર્જાયો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ બગસરા એસટી ડેપોની બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી આ દરમિયાન સાવરકુંડલાના મહુવા રોડ ઉપર એસટીબસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર અને કન્ટેનરના ડ્રાઈવરને ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.